December 18, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર એવં દાદાના પાટોત્સવ નિમિત્તે હનુમાન ચરિત્ર કથા એવં જલયાત્રા યોજાઈ

shri-kashtabhanjandev-hanumanji-dadas-divine-decoration-with-colorful-flowers-and-dadas-patotsav-salangpurdham-botad-news

Salangpur Hanumanji Mandir: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૬ મો વાર્ષિક પાટોત્સવ નિમિતે તારીખ:19-20-10-2024ના રોજ શ્રીકષ્ટભંજનદેવને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સાંજે 6:30 કલાકે સંધ્યા વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી દ્વારા કરવામાં આવી હતી.ત્યારબાદ જલયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી.

shri-kashtabhanjandev-hanumanji-dadas-divine-decoration-with-colorful-flowers-and-dadas-patotsav-salangpurdham-botad-news

આજે દેશ વિદેશમાંથી આવતા લાખો શ્રદ્ધાળુઓના હૃદયના હાર એવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનો ૧૭૬ મો વાર્ષિક પાટોત્સવ આવી રહ્યો છે ત્યારે પરમકૃપાળુ પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી, વડતાલ દેશ પિઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીનાં શુભ આશીર્વાદથી અને પ.પૂ.ગુરૂવર્ય શ્રી અથાણાવાળા સ્વામીનાં આશીર્વાદથી એવં પ.પૂ. સ.ગુ. પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) એવમ્ ૫.પૂ.સ.ગુ.કો.શા.શ્રી સંતવલ્લભદાસજી સ્વામી-મુ.કો.શ્રી- વડતાલની પ્રેરણાથી શ્રી કષ્ટભંજનદેવનો ૧૭૬મો વાર્ષિક પાટોત્સવ સંવત્ ૨૦૮૦ના આસો વદ-૫, તા.૨૧-૧૦-૨૦૨૪, સોમવારના રોજ ઉજવાશે.

પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા)ના વક્તા પદે ત્રિદિનાત્મક “શ્રી હનુમંત ચરિત્ર કથા’નું આયોજન તા. ૧૯-૧૦-૨૦૨૪ શનિવાર થી. ૨૧-૧૦-૨૦૨૪, સોમવાર દરમિયાન રાખવામાં આવેલ છે.

shri-kashtabhanjandev-hanumanji-dadas-divine-decoration-with-colorful-flowers-and-dadas-patotsav-salangpurdham-botad-news

આ પ્રસંગે પરમ પૂજ્ય મહારાજશ્રી એવમ્ સદ્ગુરુ સંતોના વરદ્ હસ્તે અભિષેક પાટોત્સવ તથા મારૂતિયજ્ઞમાં શ્રીફળ હોમવાની વિધિ સંપન્ન થશે તથા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દિવ્ય દર્શન, અભિષેક, અન્નકૂટ, યજ્ઞદર્શન, કથા શ્રવણ એવં બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન-આશીર્વચન એવં મહાપ્રસાદનો લાભ લેવા આપ સૌ પ્રેમીભક્તોને પરિવાર સહિત પધારવા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી- અથાણાવાળા દ્વારા હાર્દિક આમંત્રણ છે.

shri-kashtabhanjandev-hanumanji-dadas-divine-decoration-with-colorful-flowers-and-dadas-patotsav-salangpurdham-botad-news

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

ગણેશ ચતુર્થી/ PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજોએ પાઠવી ગણેશ ચતુર્થીની શુભેચ્છા

KalTak24 News Team

રાજકોટ/કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે આગામી 21 જાન્યુઆરીએ 7 વર્ષ પૂર્ણ થતાં કેન્સર હોસ્પિટલનું 7 દીકરીઓ કરશે ભૂમિ પૂજન,કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ

Sanskar Sojitra

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને અનોખા રાષ્ટ્રધ્વજ શણગાર કરવામાં આવ્યો;જુઓ તસવીરો

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં