Salangpur Hanumanji Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.07-09-2024 ને શનિવાર- ગણેશ ચતુર્થી – ગણેશ ચોથ-ભાદરવા સુદ-૪ના રોજશ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ગુલાબ વગેરે ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.સાથો સાથ દાદાને ચુરમાના લાડુંનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો.
ગણેશ ચતુર્થી નિમિતે શ્રીહરિ સવારે 08:00 કલાકે પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો-પૂજા પાઠ-કરી ગણપતિદાદાનું પૂજન-અર્ચન કરી પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા ગણપતિજીની આરતી કરવામાં આવ્યુ હતું. હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube