December 18, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

સાળંગપુરધામ ખાતે પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંનજનદેવ હનુમાનજી દાદાને ફુલોનો દિવ્ય શણગાર તથા 300 કિલો સુખડીનો અન્નકૂટ એવં શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન

On-the-occasion-of-Poonam-the-divine-decoration-of-fruits-and-flowers-to-Shree-kashtabhanjandev-and-the-Annakoot-of-Sukhdi-and-the-divine-shodshopchar-worship-of-Hanumanji-Dada-768x432.jpg

Salangpur Hanumanji Photos:સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તારીખ:18-09-2024ને બુધવારના રોજ શ્રીકષ્ટભંજનદેવને મોતીના વાઘા તેમજ સિંહાસનને ફળ-ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

મારૂતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારૂતિયજ્ઞનું આયોજન કરવામાંઆવ્યું હતું.

on-the-occasion-of-poonam-the-divine-decoration-of-fruits-and-flowers-to-shree-kashtabhanjandev-and-the-annakoot-of-sukhdi-and-the-divine-shodshopchar-worship-of-hanumanji-dada-398217

પૂનમ નિમિત્તે સાંજે 05:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 7:00 કલાકે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

300 કિલો સુખડીનો શણગાર

આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, પૂનમ નિમિત્તે આજે દાદાને સફેદ હંસની થીમવાળા વાઘા અને સિંહાસને ફળ-ફુલનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસને 200 કિલો એન્થોરિયમ, ગુલાબ, સફરજ અને દાડમનો શણગાર કરાયો છે. આ તમામ ફુલ અને ફ્રુટ વડોદરાથી મંગાવ્યા છે. તો દાદાને આજે 300 કિલો સુખડીનો અન્નકુટ પણ ધરાવાયો છે.6 સંતો, પાર્ષદ અને ભક્તોને આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતાં.

 

 

 

Related posts

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને અનોખા ચોકલેટો ના શણગાર કરવામાં આવ્યો;જુઓ તસવીરો

KalTak24 News Team

સુરતના કતારગામમાં હીરાના કારખાનામાં આગ લાગતાં મચી ભાગદોડ, ફ્લેશ ફાયરથી બે કારીગર દાઝ્યા; મેયર હોસ્પિટલ દોડી ગયાં

KalTak24 News Team

Janmashtami 2024/ 26 કે 27 ઓગસ્ટ? ક્યારે છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી?આ વસ્તુઓનો પ્રસાદ ધરાવવાથી બધી મનોકામનાઓ થશે પૂર્ણ;જાણો સાચી તારીખ અને શુભ મુહૂર્ત

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં