- શ્રાવણ મહિના પહેલાં શનિવારે દાદાને કરાયો ભવ્યથી ભવ્ય શણગાર
- શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને દિવ્ય ફ્રુટના વાઘા તથા સિંહાસને શણગાર કરાયો
- અલગ-અલગ ફળોનો શણગાર દાદાને કરવામાં આવ્યો
Divine fruit wadha and throne were decorated with 1 thousand kg of mixed fruits: શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલધામના ઉપલક્ષમાં શ્રાવણમાસ ભવ્ય મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી દાદાને દિવ્ય ફ્રુટના વાધા અને સિંહાસને 1 હજાર કિલો ફળોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી તથા શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. આજે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના વિશેષ દર્શનનો લ્હાવો લીધો હતો.
બપોરે અન્નકૂટના દર્શન થશે
મહત્વનું છે કે, આજે બપોરે 11 કલાકે દાદાને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને સફરજન, કેળા, તરબૂચ, અનાનસ, મોસંબી, નારંગી, દ્રાક્ષ, જામફળ સહિત કુલ 1000 કિલો ફળોનો અન્નકૂટ પણ ધરાવાયો છે.
સિંહાસને ફળનો શણગાર કરતાં 4 કલાકનો સમય લાગ્યો
આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, આજે હનુમાનજીને શ્રાવણ માસના પહેલાં શનિવારે નિમિત્તે દિવ્ય વાઘા અને સિંહાસને ફાળોથી શણગાર કરાયો છે. જેમાં કુલ 34 પ્રકારના ફળ છે. આ તમામ ફળ અમદાવાદથી મંગાવ્યા છે. દાદાના સિંહાસને ફળનો શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો. આ તમામ ફ્રુટ ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે.
શ્રાવણ માસ દરમિયાન દરરોજ સવારે 7થી 10 વાગ્યે યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિર દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube