December 18, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/ સાળંગપુરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 10થી વધુ દેશોની ચલણી નોટોમાંથી બનેલા વાઘા અર્પણ કરાયા, ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી

hanuman-dada-30-oct

Shri Kashtabhanjan Dada Wagha Photos: દિવાળીનું પાવન પર્વ શરૂ થઈ ગયું છે. શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર આ પર્વ નિમિત્તે મઘમઘી રહ્યું છે. ત્યારે શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને દેશ-વિદેશની અલગ-અલગ ચલણી નોટોમાંથી બનાવેલા વાઘા અર્પણ કરાયા છે. આજે સવારે શણગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી. જેનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લઈને ધન્યતા અનુભવી હતી.

ચલણી નોટમાંથી બનાવેલ વાઘા

આજે દાદાને અર્પણ કરાયેલા વિશેષ વાઘા અંગે પૂજારી સ્વામી એ જણાવ્યું કે, દેશમાં દિવાળીનું પર્વ ઉજવાઈ રહ્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે પણ આ પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દાદાને અમેરિકા, કેન્યા, કેનેડા, તાન્ઝાનિયા, યુગાન્ડા અને હોંગકોંગ સહિત અલગ-અલગ દસ દેશોની ચલણી નોટોમાંથી બનાવેલા વિશેષ વાઘા અર્પણ કરાયા છે. આ વાઘા પ્યોર સિલ્કના કાપડમાંથી ચાર દિવસની મહેનતે તૈયાર થયાં છે. આ સિવાય હનુમાનજીને 500 ગ્રામ સોનાનો હાર ધરાવાયો છે અને દાદા સમક્ષ પાંચ કિલો સોનું ધરવામાં આવ્યું છે.

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

Baba Bageshwar: બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી નવા વર્ષે ગુજરાત આવશે,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Mittal Patel

અમદાવાદ/અયોધ્યામાં રામલ્લાના દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ,મુખ્યમંત્રીએ સાબરમતીથી અયોધ્યાની ટ્રેનને આપી લીલીઝંડી,1400 શ્રદ્ધાળુઓને કરાવ્યું પ્રસ્થાન..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 10 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં