1000 kg of vegetables were decorated to Srikashtabhanjan Dev Hanumanji Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત તા.14-08-2024ને બુધવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શાકભાજીના વાઘા ધરાવી એવં બટાકા, રીંગણા, કોબી, ફુલાવર, ટામેટા, લીલા મરચા,ગાજર,સુરણ,બીટ વિગેરે 1000 કિલો શાકભાજીની હાટડીનો દિવ્ય શણગાર કરાયો છે.
આજે સવારે શણગાર આરતી પ.પૂજારી સ્વામી- અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞના દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ.
આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામી એ જણાવ્યું કે, શ્રાવણ મહિનાની સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે વિશે ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે દાદાને 1000 કિલો વિવિધ શાકભાજીના વાઘા અને સિંહાસન શણગાર કરાયો છે. દાદાને કરાયેલા શણગાર માટે શાકભાજી વડોદરાના પાદરાથી હરિભક્તોએ મોકલાવ્યા છે. દાદાના શાકભાજી ફોટા બનાવતા ત્રણ કલાકનો સમય લાગ્યો હતો અને સિંહાસનને શાકભાજીનો શણગાર કરતા 6 સંતો, પાર્ષદ અને હરિભક્તોને છ કલાકથી વધુ સમય લાગ્યો હતો.પાદરાના હરિભક્તો દ્વારા આ શાકભાજીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube