December 18, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

શરદ પૂનમ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સફેદ ગુલાબના 200 કિલો ફુલોનો દિવ્ય શણગાર,દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન આયોજન;હજારો ભક્તોએ કર્યા દર્શન

on-the-occasion-of-sharad-poonam-divine-decoration-of-200-kg-of-white-rose-flowers-to-shri-kastabhanjandev-hanumanji-dada-at-salangpurdham

Salangpur Hanumanji Mandir: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પૂનમ નિમિત્તે તારીખ:17-10-2024ને ગુરુવારના રોજ શ્રીકષ્ટભંજન દેવને સફેદ ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન

પૂનમ નિમિત્તે સાંજે 05:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 6:30 કલાકે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીદ્વારા કરવામાં આવી હતી. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

દાદાને સિલ્કના વાઘા

આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, પૂનમ નિમિત્તે આજે દાદાને સિલ્કના વાઘા તથા સફેદ હંસની થીમવાળા સફેદ ગુલાબના ફુલનો શણગાર કરાયો છે. દાદાના સિંહાસને 200 કિલો શણગાર કરાયો છે. આ સફેદ વાઘા અમરેલીથી મંગાવ્યા છે. 6 સંતો, પાર્ષદ અને ભક્તો દ્વારા આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતાં.

 

 

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

આજનું રાશિફળ/ 10 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,ધનતેરસના દિવસે લક્ષ્મીજીની કૃપાથી આ 4 રાશિના લોકોને ક્યારેય નહિ ખૂટે ધનનો ખજાનો,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

BIG BREAKING/ ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર,આવતીકાલે જાહેર થશે પરિણામ,4 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત;નોંધી લો સમય

KalTak24 News Team

આજનું રાશિફળ/ 10 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય,ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે અંબેમાંની કૃપાથી આ 5 રાશિના જાતકોની હીરાની જેમ ચમકી ઉઠશે કિસ્મત…

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં