December 19, 2024
KalTak 24 News
Gujaratઅમદાવાદગાંધીનગર

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી,છેલ્લા છ મહિનામાં સ્નિફર ડોગ્સની ટીમે સફળતાપૂર્વક આઠ ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભજવી ભૂમિકા

gujarat-polices-sniffer-dog-penny-help-solves-8-crimes-in-6-months-a-vital-contribution-to-crime-prevention-gujarat-news
  • એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં મેળવી સફળતા
  • તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ‘ગુલાબ’એ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લાની વચ્ચે સેલોટેપ વિંટળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધ્યો
  • ‘બીના’ ડોગે ભાવનગર ખાતે લોહીના ડાઘની સ્મેલથી મર્ડરના ત્રણ આરોપીઓને ફાઇન્ડ આઉટ કર્યા
  • ‘પેની’ ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂ.૧.૦૭ કરોડની ચોરીનો ગુનો એક સ્કુલ બેગ અને પાણી બોટલ સુંઘીને ડિટેક્ટ કર્યો
  • બળાત્કારના એક ગુનામાં ‘પાવર’ ડોગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી
  • રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તાલિમબદ્ધ ડોગ્સ અને ડોગ હેન્ડલર સહિત કુશળ ટીમની પ્રસંશા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા

 

Gujarat Police Sniffer Dog: ગુજરાત પોલીસ(Gujarat Police)ના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સ(Sniffer Dog)ની ટીમે ૮ ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્નિફર ડોગ ટીમે એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે. સ્નિફર ડોગ્સ અને તેને તાલિમબદ્ધ કરનાર ટીમ ઉપરાંત તમામ ડોગ હેન્ડલર્સની આ કામગીરીની રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે પ્રસંશા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.

છેલ્લા છ મહિનામાં ગુજરાત પોલીસના ‘નાર્કોટીક્સ ડોગ્સ’ દ્વારા ગાંજાના જથ્થાને શોધી એન.ડી.પી.એસના બે કેસ કરવામાં આવ્યા છે, જે અંતર્ગત તા.૨૧મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ ‘ગુલાબ’એ સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લા મિઠાઇની વચ્ચે આખી સેલોટેપ વિંટળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો. જ્યારે તા.૧૪મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ ‘કેપ્ટો’ ડોગે રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં એક આરોપીના ઘરના સર્ચ દરમિયાન બાથરૂમમાં સંતાડેલો ૧૨ કિલો ગાંજો શોધી આપ્યો હતો.

બીજી તરફ જ્યારે ચોરી, ઘરફોડ, બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ૬ ગુનાઓમાં ‘ટ્રેકર ડોગ્સ’ એ ગુનેગારો સુધી પહોંચવામાં મદદ કરી છે. તા.૧૪મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ ‘બીના’ ડોગને ભાવનગર ખાતે હત્યાના બનાવ સ્થળેથી મૃતકની આજુબાજુની જગ્યા તથા લોહીના ડાઘની સ્મેલ આપી ટ્રેક કરાવતા નેશનલ હાઇવે સુધી દોડીને ત્રણ આરોપીઓને ફાઇન્ડ આઉટ કરી આપ્યા હતા. જ્યારે તા.૧૪મી ઓક્ટોબર-૨૦૨૪ના રોજ ‘પેની’ ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂ.૧.૦૭ કરોડની ચોરીનો ગુનો એક સ્કુલ બેગ અને પાણી બોટલ સુંઘીને ડિટેક્ટ કરાવ્યો હતો.

સુરત ગ્રામ્ય વિસ્તારના એક બળાત્કારના ગુનામાં તા. ૯મી ઓક્ટોબરે-૨૦૨૪ના રોજ ‘પાવર’ ડોગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી હતી. તા.૧૦મી સપ્ટેમ્બર-૨૦૨૪ના રોજ પોરબંદરમાં ગેસ કટરથી પવનચક્કીને રૂ.૧.૧૦ લાખનું નુક્શાન કરનાર આરોપીને ‘રેમ્બો’ ડોગની મદદથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. તેવી જ રીતે તા.૬ ઓગસ્ટ-૨૦૨૪ના રોજ પાટણમાં થયેલી ઘરફોડ ચોરીને ‘વેલ્ટર’ ડોગે આર્ટીકલની સ્મેલથી બે આરોપીઓ સુધી પહોંચી ગુનાને ડીટેક્ટ કરવામાં મદદ કરી હતી. તા.૧૭મી મે-૨૦૨૪ના રોજ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ચોરીને ‘ગીગલી’ ડોગે સાણસી અને પેટીના નકુચાની સ્મેલ લઇ પોલીસને છેક આરોપીના ઘર સુધી પહોંચાડી દીધી અને ગુનો ડિટેક્ટ કરવામાં મદદ કરી હતી.આમ, છ મહિનામાં ગુજરાત પોલીસના તાલીમબદ્ધ સ્નિફર ડોગ્સની મદદથી ૮ ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલાયા છે.

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

સુરતના જાગૃત યુવાન દ્વારા પોતાના જીવનના સાત મંગળફેરા સંગ સમાજને સપ્તપદીના 7 વચન-વાંચો અનોખી પ્રેરણારૂપી કંકોત્રી

Sanskar Sojitra

સુરતમાં લક્ઝરી બસ બની બેફામ,કામરેજ નજીક ડ્રાઈવરે 7-8 વાહનોને લીધા અડફેટે; એકનું મોત, 4 ઇજાગ્રસ્ત

KalTak24 News Team

સુરત/જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી પટેલ સમાજના કિકાણી પરિવાર દ્વારા 28 વર્ષીય મહિલાના અંગોનું કરાયું અંગદાન,સમાજને પૂરું પાડ્યું ઉત્તમ ઉદાહરણ..,VIDEO

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં