Rajkot News: આગામી 3 ઑક્ટોબરથી હિન્દુ ધર્મના સૌથી લાંબા તહેવાર ગણાતા નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ ખોડલધામ ટ્રસ્ટ(Khodaldham Trust) દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નવરાત્રીના પ્રથમ દિવસે કાગવડ ગામ(Kagvad Gam)થી ખોડલધામ મંદિર (Khodaldham Temple)સુધી પદયાત્રા યોજાવા જઈ રહી છે.
ત્યારે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા વર્ષોથી આસો મહિનાની નવરાત્રી(Navratri)ના પ્રથમ નોરતે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા(Padyatra) યોજાઈ રહી છે. આ પરંપરા અંતર્ગત 15મી નવરાત્રી પદયાત્રા અને ધ્વજારોહણનું આયોજન કરવામાં આવ્યું છે.
View this post on Instagram
જેમાં પ્રથમ નોરતે 3 ઑક્ટોબરે ગુરુવારના રોજ સવારે 7 કલાકે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી પદયાત્રા યોજાવા જઈ રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ ખોડલના જય જયકાર સાથે ખોડલધામ મંદિર પહોંચશે, જ્યાં માતાના ચરણોમાં શીશ ઝૂકાવીને ધ્વજારોહણ કરવામાં આવશે.
કાગવડ ગામથી નીકળનારી આ પદયાત્રાનું સમાપન ખોડલધામ મંદિરે થશે, જ્યાં ખોડલ માતાની મહાઆરતી કરી મંદિરના શિખર પર ધ્વજારોહણ કરીને નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન ખોડલધામ મંદિરમાં માતાજીને દરરોજ અવનવા શણગાર અને માતાજી ની આરાધના કરવામાં આવશે.
વધુ સમાચારો વાંચો:
-
‘દાદા’નો સૌથી મોટો નિર્ણય,અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ હાઈસ્પીડ કોરીડોરનો વિકાસ કરાશે, આ પ્રોજેક્ટ માટે રૂપિયા 262.56 કરોડની ફાળવણી થઈ
-
જેતપુર/ કાગવડથી ખોડલધામ સુધી યોજાઈ પદયાત્રા,નવરાત્રીના પ્રથમ નોરતે મોટી સંખ્યામાં જોડાયા માઈ ભક્તો
-
રાજકોટ/કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે આગામી 21 જાન્યુઆરીએ 7 વર્ષ પૂર્ણ થતાં કેન્સર હોસ્પિટલનું 7 દીકરીઓ કરશે ભૂમિ પૂજન,કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube