Surat: સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આજના યુવાનો જોખમી સ્ટંટ કરતા પણ અચકાતા નથી. એવામાં સુરતના સચિન વિસ્તારમાં રેલવે ફૂટ ઑવર બ્રિજ પર આવો જ એક વીડિયો વાયરલ થયો હતો. જેના આધારે પોલીસે ચારેય યુવકોને ઝડપી પાડીને કાયદાનું ભાન કરાવ્યું હતુ. પોલીસે સરભરા કરતાં યુવકોએ લંગડાતી ચાલે કાન પકડીને માફી માંગી હતી.
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં રેલવે ફૂટ ઑવર બ્રિજના પગથિયા પર ચારેક યુવકો જોઈ શકાય છે. જે પૈકી એક યુવક બ્રિજની રેલિંગ ઠેકીને લટકવા લાગે છે. આ દરમિયાન બ્રિજની રેલિંગ પકડીને લટકી રહેલો યુવક સહિત પગથિયા પર ઉભા રહેલા તેના મિત્રો નીચે ઉભા રહેલા કોઈને ઈશારો કરીને કઈ કહી રહ્યા છે. આ જોખમી સ્ટંટમાં નજીવી બેદરકારી યુવકને ભારે પડી શકે તેમ હતી.જો કે વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં સચિન GIDC પોલીસે તપાસ હાથ ધરીને ચારેય યુવકોને ઝડપી પાડ્યા હતા. જેમને પોલીસ મથકમાં લાવીને કાયદાનું ભાન કરાવ્યું હતુ. જેથી ચારેય યુવકો પોલીસ મથકમાં લંગડાતી ચાલે કાન પકીડને માફી માંગી હતી અને કહ્યું હતું કે, તેઓ હવે ક્યારેય આ પ્રકારની ભૂલ નહીં કરે.
સચિન રેલવે ફૂટઓવર બ્રિજ પર સ્ટંટ કરી વીડિયો બનાવનાર આરોપીને સુરત શહેર સચિન GIDC પોલીસે ઝડપી કરાવ્યું કાયદાનું ભાન.#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
.
.#surat #suratcitypolice #SuratPolice #GujaratPolice #sachingidcpolice #sachingidc pic.twitter.com/sCDb2VveQT— Surat City Police (@CP_SuratCity) December 17, 2024
કાન પકડી માગી માફી
પોલીસે યુવકોને પકડી લઈને કાયદાના પાઠ ભણાવ્યા હતાં. જેથી કાન પકડીને સચિન જીઆઈડીસી પોલીસ સામે યુવકો માફી માગી હતી. સાથે જ યુવાનોને અને આવા જોખમી રીલ્સ બનાવનારાને મેસેજ આપતાં કહ્યું કે, અમારા જેવી ભૂલ ન કરશો. સાથે જ કાયદો તૂટે અને લોકોના જીવ જોખમમાં મૂકાય તે પ્રકારના વીડિયો બનાવશો નહી.
ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં લાઈક્સ અને ફોલોવર્સ મેળવવા માટે આજના સમયમાં યુવાનો પોતાની સાથે બીજાના જીવ પણ જોખમમાં મૂકીને સ્ટંટ કરી રહ્યા છે. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. એવામાં યુવાનોએ પણ સમજીને જ આ પ્રકારના જોખમી સ્ટંટ ના કરવા જોઈએ, કારણ કે તેમની થોડીક પણ બેદરકારી ખૂબ જ ભારી પડી શકે તેમ હોય છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube