December 17, 2024
KalTak 24 News
Gujaratગાંધીનગર

શ્રી રામ જન્મભૂમિ – મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ,તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે

benefit-of-ayodhya-darshan-under-shri-ram-janmabhoomi-maa-shabri-smriti-yatra-yojana-can-apply-online-by-31st-december-2024

Gandhinagar News: રાજ્યના યાત્રાળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રી રામ જન્મભૂમિ–મા શબરી સ્મૃતિ યાત્રા યોજના અંતર્ગત અયોધ્યા દર્શનનો લાભ લેવા ખાસ આયોજન કરાયું છે. અયોધ્યા દર્શનનો લાભ લેવા ઈચ્છુક યાત્રાળુઓ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધીમાં ઓનલાઈન https://yatradham.gujarat.gov.in/SRJApplicantRegistration વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે અથવા ૯૯૭૮૪ ૧૨૨૮૪ પર કૉલ કરી અરજી વિશે માહિતી મેળવી શકશે.

ભારતની સંસ્કૃતિમાં તીર્થયાત્રાનું ખાસ મહત્વ હોય છે. દરેક નાગરિક પોતાના જીવનકાળ દરમિયાન અયોધ્યા ખાતે આવેલ “શ્રી રામ જન્મભૂમિ”ના દર્શન કરવાની ઇચ્છા રાખતા હોય છે. પરંતુ આર્થિક મર્યાદાઓને લીધે કેટલાક લોકો આવી ઇચ્છા પૂરી કરી શકતા નથી. આ બાબત ધ્યાનમાં રાખીને ખાસ કરીને ગુજરાત રાજ્યની અનુસૂચિત જનજાતિ – વનવાસી પ્રજા તેમજ અન્ય નાગરીકો માટે “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” ખાતે ભગવાન “શ્રી રામ”ના દર્શન કરવાની શ્રેષ્ઠ તક ઉપલબ્ધ કરવા રાજ્ય સરકાર દ્વારા રૂ. ૫૦૦૦ની પ્રોત્સાહક આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.

 


આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતાં ૧૨ વર્ષ કે તેથી વધુ વયના અનુસૂચિત જનજાતિ-વનવાસી અથવા દરેક વર્ગના નાગરિકોને પોતાના જીવન કાળમાં ફકત એક વાર લાભ લઇ શકે છે. ચાલુ નાણાંકીય વર્ષમાં ગુજરાતમાં વસતાં તમામ જાતિ અને વર્ગના કુલ ૧૦,૦૦૦ યાત્રાળુઓ આ સહાયનો લાભ લઇ શકે છે. આ યોજનાનો લાભ લેવા યાત્રાળુઓએ કરેલ અરજીમાં યાત્રાની તારીખ, યાત્રાળુઓની સંખ્યા, યાત્રાની શરૂઆત તથા પૂર્ણ થયાનું સ્થળ, અરજી તારીખ, અરજી કરનારની સહી. ફોન/ મોબાઈલ નંબર, E-mail Id (ઉપલબ્ધ હોય તો) તેની સ્પષ્ટતા કરવાની રહેશે. અરજી સાથે પુરાવા તરીકે આધારકાર્ડ, ખરાઈ કરેલ જાતિ પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેંકની ડિટેલ (પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્ષ)ની “સ્વપ્રમાણિત નકલ જોડવાની રહેશે.

અરજીમાં જે વ્યક્તિઓના નામ દર્શાવેલ હોય તેમણે જ યાત્રા કરવાની રહેશે. અરજી ન કરી હોય તેવી બીજી કોઈ વ્યક્તિને તેઓ સાથે લઈ જઈ શકશે નહીં. યાત્રાળુઓએ અરજી જે પરબીડિયામાં મોકલવામાં આવે તે પરબીડિયા પર “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” કયા વર્ષ____માં યાત્રા માટે અરજી કરવી છે એમ લખવાનું રહેશે. યાત્રા કરતાં પહેલાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ,ની પૂર્વ મંજૂરી મેળવવી આવશ્યક છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે “શ્રી રામ જન્મભૂમિ, અયોધ્યા” ની યાત્રા માટે અરજીઓ સ્વીકારી યાત્રાની મંજૂરી આપવામાં આવશે. પોસ્ટ દ્વારા પણ અરજી સ્વીકારવામાં આવશે. અરજી પ્રવાસની તારીખના ૧૦ દિવસ પૂર્વે કરવાની રહેશે.

યાત્રાના પુરાવારૂપે રેલવેની આવવા-જવાની ટિકીટ, યાત્રાના સ્થળે રોકાણના પૂરાવા/ ધર્માદા કરેલ હોય તો તેની પહોંચો/ અયોધ્યા મંદિર ખાતે મંદિર સહિતના ર થી ૩ રંગીન ફોટોગ્રાફ્સ રજૂ કરવાના રહેશે. પૂરાવા યાત્રાપૂર્ણ કર્યાના એક માસમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરની કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. અરજી સંપૂર્ણ વિગતો સાથેની નહીં હોય તો તે નામંજૂર કરવામાં આવશે. આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો નિર્ણય આખરી ગણવામાં આવશે. અરજીમાં યાત્રાળુઓ યાત્રા કયારે કરવા માંગે છે, તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. આ સંદર્ભે મંજૂરી મળ્યા બાદ અરજીમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન અથવા મંજૂરી મળ્યા બાદ એક માસમાં યાત્રા કરવાની રહેશે અન્યથા મંજૂરી આપોઆપ રદ્દ થયેલી ગણાશે, અને તે પછી યાત્રા કરવાની હોય તો, નવેસરથી કચેરીમાં નવી અરજી કરી મંજૂરી મેળવવાની રહેશે. આવી મંજૂરી મેળવ્યા વિના કરેલ યાત્રા માટે સહાય મળવાપાત્ર થશે નહીં. યાત્રાળુ દહનશીલ પદાર્થ કે કેફી પદાર્થ કે કોઈ પ્રતિબંધિત / ગેરકાયદેસર પદાર્થ યાત્રામાં સાથે લઇ જઇ શકશે નહીં. તેમ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની યાદીમાં વધુમાં જણાવાયું છે.

 

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

રસ્તા ઉપર રખડતા બાળકોના ભવિષ્ય માટે ભણતર અપાવ્યું સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમર-વાંચો સમગ્ર સ્ટોરી

Sanskar Sojitra

ગિફ્ટ સિટીમાં નાટ્યકાર સંજય ગોરડિયાએ દારૂ પી લખ્યું,‘પહેલીવાર ગુનાહિત લાગણી વગર ગુજરાતમાં દારૂ પીધો’,ફોટા થયા વાયરલ..

KalTak24 News Team

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે;CM ભૂપેન્દ્ર પટેલે 382 કરોડ રૂપિયા ફાળવવા મંજૂરી આપી

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં