Surat News: સુરતના વાવમાં પોલીસ ભરતીની પરીક્ષા આપવા આવેલા SRPના કોન્સ્ટેબલે PSI બનવા માટે 5 કિ.મી. રનિંગમાં દોટ લગાવી હતી. જોકે રનિંગ ટ્રેક પર તે બેભાન થઇને ઢળી પડ્યો હતો. સ્થળ પર હાજર ડોક્ટર અને પરીક્ષકો દ્વારા સીપીઆર આપવામાં આવ્યો હતો અને 108ની મદદથી હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે ફરજ પરના તબીબો દ્વારા તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના વાવમાં આયોજીત પોલીસ ભરતીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી માટે શારીરિક ક્ષમતા તથા શારીરિક માપ કસોટી માટેની પરીક્ષા લેવાઈ રહી છે. તાપી જિલ્લાના વ્યારાના ચીખલવાવમાં રહેતો 36 વર્ષીય સંજય રસિકભાઈ ગામીત પીએસઆઇની ભરતી માટેની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યો હતો. આજે સવારે પ્રથમ બેન્ચની 5 કિ.મી.ની દોડમાં તેણે દોટ લગાવી હતી. 12માં રાઉન્ડમાં દોડતી વખતે તે બેભાન થઇને ઢળી પડ્યો હતો.
પીએસઆઈ બનવાનું સપનું અધરું રહ્યું
ફરજ પરના ડૉ. ચિરાગ કટારિયાએ તાત્કાલિક CPR, ઓક્સિજન અને દવાની પ્રાથમિક સારવાર આપી, પરંતુ સ્થિતિ ગંભીર જણાતા 108 એમ્બ્યુલન્સ મારફતે સવારે 5:05 વાગ્યે દીનબંધુ હોસ્પિટલ, ખોલવડ ખસેડવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ સવારે 5:30 વાગ્યે તેમને મૃત જાહેર કર્યા.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ગામના વતની સંજયકુમારનાં પરિવારજનોને ઘટનાની જાણ કરવામાં આવી છે.
મૃતદેહને વધુ કાર્યવાહી માટે સીએચસી હોસ્પિટલ કામરેજ ખાતે ખસેડવામાં આવ્યો છે. જવાનનું પીએસઆઈ બનવાનું સપનું અધુરું રહ્યું હતું.મૃતક સંજય વાલિયા SRP દળ જૂથ-10માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. આ બનાવની જાણ તેઓના પરિવારજનોને કરવામાં આવી હતી. સંજયના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube