November 14, 2024
KalTak 24 News
Gujarat

ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું નિધન, લાંબા સમયથી હતા બિમાર

Home Minister Harsh Sanghvi father passed away

home minister harsh Sanghvi father passed away: ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું આજરોજ દુઃખદ અવસાન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા અને આજે તેઓનું સુરતની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું છે. હર્ષ સંઘવીના પિતાનું અવસાન થતાં તેમના નજીકના અને પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતાનું સારવાર દરમિયાન નિધન થયું છે. હર્ષ સંઘવીના પિતાની છેલ્લા ત્રણ દિવસથી તબિયત લથડતા ખાનગી હૉસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના કાલ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા. રમેશ સંઘવી સુરતમાં ગિરનાર કોર્પોરેશન નામની ડાયમંડ કંપની ચલાવતા હતા. જો કે છેલ્લા ત્રણ દિવસથી સુરતની યુનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમના નિધનના સમાચાર સાંભળીને પરિવારજનો હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. પિતાની ખરાબ તબિયતના પગલે છેલ્લા ત્રણ દિવસથી ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી શ્રદ્ધાંજલિ

મંત્રીમંડળમાં મારા સાથી, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh ના પિતા શ્રી રમેશભાઈ સંઘવીના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના પુણ્ય આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. જય જિનેન્દ્ર. ॐ શાંતિ.

કેન્દ્રીયમંત્રી સી. આર પાટિલે આપી શ્રદ્ધાંજલિ

ગૃહરાજ્ય મંત્રી શ્રી @sanghaviharsh જીનાં પિતાશ્રી રમેશભાઇ સંઘવીનાં નિધનનાં સમાચાર અત્યંત દુખદ છે ! ઇશ્વર એમનાં પિતાનાં દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે અને પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું ! મારી સંવેદનાઓ હર્ષભાઇ અને એમનાં પરિવાર સાથે છે ! ઓમ શાંતિ 🙏

આ દરમિયાન આજે રમેશભાઈ સંઘવીનું અવસાન થયું છે. જૈન સમાજનમાં સેવાભાવી વ્યક્તિ તરીકે તેમની આગવી ઓળખ હતી. ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના પિતા રમેશભાઈ સંઘવીનું નિધન થતા નજીકના અને પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. રમેશભાઈ સંઘવીની અંતિમયાત્રા આજે સાંજે 4 કલાકે તેઓના નિવાસ સ્થાનેની નીકળી ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે.

 

 

 

Group 69

 

 

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર અભિગમ ! ગુજરાત રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીમાં રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે કર્યો સંવાદ,જાણો સમગ્ર વિગતો

KalTak24 News Team

ગુજરાતથી આટલા કિમી દૂર છે બિપોરજોય વાવાઝોડું, ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું

KalTak24 News Team

દાહોદનાં જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખિલખલાટ દિવસ ઉજવાયો

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..