વલસાડ(Valsad) જિલ્લાને અડીને આવેલા દાદરા અને નગર-હવેલી (Dadra nagar haveli)માં આવેલી સન પ્લાન્ટ કંપનીમાં સામાન લઈ જવાની લિફ્ટ(Lift)માં કામદારનું માથું બહાર રહી જતા કામદારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ દાદરા અને નગર-હવેલીના પોલીસને થતાં પોલીસ(Police)ના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
વલસાડ જિલ્લાને નજીક માં આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગર-હવેલીના સન પ્લાન્ટ કંપની (san plant company ) માં સામાન લઈ જવા માટે બનાવેલી લિફ્ટમાં સાગર શર્મા નામના 27 વર્ષીય યુવકની ગરદન લિફ્ટની બહાર રહી જતાં કમકમાટી ભરી દુર્ઘટના માં કામદારનું મોત નીપજ્યું હતું. ગરદન ફસાઈ ગઈ હતી, એ દરમિયાન લિફ્ટ ચાલુ થઈ જતાં સાગરની ગરદન અને ધડ અલગ થઈ ગયાં હતાં.
ઘટનાની જાણ કંપની(Company)ના કામદારો અને સંચાલકને થતાં તેમણે ઘટના અંગે નજીકના પોલીસ મથકે જાણ કરી હતી. દાદરા અને નગર-હવેલીના પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. દાદરા અને નગર-હવેલીના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.