June 23, 2024
KalTak 24 News
Gujarat

સુરેન્દ્રનગરની કાળજું કંપાવનારી ઘટના માતાએ 9 માસની પુત્રીની હત્યા કરી ગળાફાંસો ખાઇ લીધો

whatsapp image 2022 05 25 at 20928 pm 1 1653468643

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત કાળજું કંપાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનના નવાગામ વિસ્તારમાં ખુદ માતાએ પોતાની 9 માસની પુત્રીની હત્યા કરી હતી. તેમજ જ્યારે પરિવારજનો બાળકીને હોસ્પિટલ લઇ ગયા હતા ત્યારે તેણીએ પોતે પણ ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટનામાં માતા જ પુત્રીની હત્યારી બનતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

સમગ્ર ઘટનાની જાણકારી થતાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત પણ ઘટના સ્થળે દોડી ગયા છે અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, લગ્નજીવન બાદ અલગ રહેવા અને ઘરકંકાસથી દૂર રહેવા અને ઘણા સમયથી પતિ-પત્ની સાસુ-સસરા સાથે ઝઘડો ચાલતા હતા. જેથી પતિથી અલગ ન થતાં માતાએ પોતાની નવ મહિનાની પુત્રીને પોતાના ઘરમાં જ સુતરની દોરી સાથે લટકાવી મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ પરિવારજનો બાળકીને દવાખાને લઇ જતાં ઘરમાં એકલી રહેલી માતાએ પણ ઘરમાં જ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી જવા પામી છે.

પતિ દૂધ ભરાવવા ગયો ત્યારે ઘટનાને અંજામ આપ્યો
આ મામલે પોલીસ ઘટનાસ્થળે પોલીસ દોડી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આરોપી ભાવુબેન રાજેશભાઇ વિઠ્ઠલભાઇ ડાભી પોતાના સાસુ-સસરા, પતિ તથા દીકરી નિહારીકા સાથે સંયુક્ત પરીવારમાં રહેતા હતા. જેમાં તેઓ તેમના સાસુ સસરા તથા ભાઇઓથી અલગ રહેવા માંગતા હોવાથી તેમના પતિને અવાર નવાર સમજાવવા છતા તેઓ માનતા નહોતા. જેમાં તેઓ અલગ રહેવાની જીદ કરતા હોવાથી આરોપી ભાવુબેનને લાગી આવતાં તેમના પતિ જ્યારે દુધ ભરાવા ગયા હતા ત્યારે તેમણે આ ચકચારી ઘટનાને અંજામ આપ્યો હતો.

હત્યારી માતાનો ફાઇલ ફોટો

દીકરીના ગળે દોરી બાંધી મોત નીપજાવ્યું
ભાવુબેને તેમની દીકરી નિહારિકા (ઉં.વ. 09)ને ગળે દોરી બાંધી લટકાવી ગળોફાંસો આપી મોત નિપજાવ્યું હતું. ત્યારે આ મામલાની જાણકારી પરિવારજનોને થતા પરિવારજનો તાત્કાલિક ધોરણે નવ મહિનાની બાળકીને પોતાની માતા પાસેથી આંચકી લઈ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરની ટીમ દ્વારા આ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યાં બીજી બાજુ ઘરમાં એકલી માતાએ એ જ રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી મોતને ભેટતા આ મામલે પોલિસ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે 302ની કલમ લગાવી કાર્યવાહી હાથ ધરી

જિલ્લા પોલીસ વડાએ ઘટનાની સમગ્ર વિગતો મેળવી
સુરેન્દ્રનગર જિલ્લામાં થાન તાલુકાના નવાગામે હત્યા બાદ આત્મા હત્યાના બનાવના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત દ્વારા આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે તાત્કાલિક પોલીસને ઘટનાસ્થળે મોકલી આપી અને પૂરતી વિગત મેળવી આગળની કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. તેમજ સમગ્ર વિગત મેળવ્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પણ ઘટના સ્થળે દોડી ગયા છે. ઉપરાંત પરિવારજનોની મુલાકાત લઇ અને આ મામલે સાંત્વના પાઠવી અને પોલીસ તંત્રે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે 302ની કલમ લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. માતા અને પુત્રીની ડેડબોડીને પી.એમ માટે થાનગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related posts

દાહોદનાં જેકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખિલખલાટ દિવસ ઉજવાયો

KalTak24 News Team

દુર્ઘટના/ જામનગરમાં 30 વર્ષ જુની બિલ્ડીંગનો બ્લોક ધરાશાયી,એક જ પરિવારના 3ના મોત,બચાવ કામગીરી ચાલુ

KalTak24 News Team

સુરતમાં રત્નકલાકાર પરિવારનો સામુહિક આપઘાતનો કર્યો પ્રયાસ,પત્ની અને પુત્ર-પુત્રીનું મોત,પિતાની હાલત નાજૂક

KalTak24 News Team