Govind Dholakia Gift: સુરતનો હીરા ઉદ્યોગ ફરી એક વખત નેશનલ લેવલએ ચમકમાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ અને હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સના સ્થાપક ગોવિંદભાઈ ધોળકિયાદ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનોખી ભેટ આપવામાં આવી છે. તેમણે મંગળવારે વડાપ્રધાન મોદીને 2.12 કેરેટનો એક ડાયમંડ અર્પણ કર્યો છે. આ ડાયમંડ ભારતના નકશાના આકારનો છે અને તેનું નામ નવભારત રત્ન રાખવામાં આવ્યું છે.
સુરતના હીરા ઉદ્યોગના ઇતિહાસમાં રિયલ ડાયમંડની અંદર કોઈ શેપ આપવામાં આવ્યો હોય તેવું ભાગ્યે જ જોવા મળી રહે છે. રૂટીન જ્વેલરીની અંદર જે 10 થી 12 પ્રકારના શેપ છે તે જ રીયલ ડાયમંડના માર્કેટમાં મળતા હોય છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવેલા રીયલ ડાયમંડની અંદર ભારતનો નકશો કોતરવામાં આવ્યો છે. જે અતિ દુર્લભ માની શકાય તેમ છે. કારણ કે રિયલ ડાયમંડમાં જ્યારે રફ મળતો હોય છે ત્યારે તેમાં આકાર લાવવા માટે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. મોટાભાગે તે શક્ય થતું પણ નથી. વડાપ્રધાનને આપવામાં આવેલો રિયલ ડાયમંડ ભારતના નકશામાં હોવાને કારણે તેને અમૂલ્ય માની શકાય તેમ છે.
‘નવભારત રત્ન’ નામ અપાયું
એસઆરકે ફાઉન્ડેશનના સ્થાપક ગોવિંદ ધોળકિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રિયલ ડાયમંડમાં ભારતનો નકશો તૈયાર કરીને આપવામાં આવ્યો છે. આ ડાયમંડની અંદાજિત કિંમત 25 લાખ કરતા વધુ નિષ્ણાંતો માની રહ્યા છે. રફ ડાયમંડનું વજન અને ત્યારબાદ આ પ્રકારની તેમાં ડિઝાઇન બહાર લાવી એ ખૂબ જ મુશ્કેલી ભરેલું કામ છે.જેને કારણે આ હીરાની કિંમત ખૂબ વધી જાય છે. જે વજનમાં રિયલ ડાયમંડ આપવામાં આવ્યો છે તેનું વજન અને તેની પાછળની મજૂરીના અંદાજ લગાવ્યા બાદ તેની કિંમત 25 લાખ કરતા વધુ આંક આપવામાં આવી રહી છે. ભારત રત્ન એવોર્ડ એ દેશ માટે સર્વોચ્ચ એવોર્ડ પૈકીનો એક છે ત્યારે આ ડાયમંડ પણ અત્યાર સુધીનો રિયલ ડાયમંડમાં તૈયાર થયેલી સર્વોચ્ચ ડિઝાઇન પૈકીની એક હોવાને કારણે ગોવિંદ ધોળકિયા દ્વારા તેને નવભારત રત્ન નામ આપવાનું પસંદ કરવામાં આવ્યું છે.
કુદરતી હીરાનું નામ “નવભારત રત્ન”
શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ્સ(SRK) તરફથી આ અંગે એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છેકે, ભારતની અખંડિતતા પણ સદા કાળ માટે જળવાઈ રહે તે માટે એકતા ના પ્રત્યેક સમાન રિયલ ડાયમંડને ભારતના નકશાનો આકાર આપવામાં આવ્યો છે. ભારતની વિવિધતામાં એકતા બતાવતું પ્રતિકાત્મક આ ડાયમંડને તૈયાર કરવામાં આવ્યો છે. આ 2.12 કેરેટનો ડાયમંડ ખૂબજ ઝીણવટપૂર્વક રીતે તૈયાર કરવામાં આવ્યો છે. ભારતના નકશાના આકારમાં કાપવામાં આવેલ કુદરતી હીરાનું નામ “નવભારત રત્ન” છે.જે સમૃદ્ધ પરંપરા અને અસાધારાણ કારીગરીને પ્રતિબિંબિત કરે છે. જેના માટે ડાયમંડ સિટી સુરત જાણીતું છે. 3,700 મિનિટ(62 કલાક)ની પ્રક્રિયા સાથે તૈયાર કરાયેલો, આ કુદરતી હીરા માત્ર રાષ્ટ્રની સમૃદ્ધિનું પ્રતીક નથી પરંતુ ભારતના તેજસ્વી ભાવિને અંજલિ છે.જે ગોવિંદભાઈ ધોળકિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કર્યો છે.
આ હીરો રાજેશ કાછડિયા અને વિશાલ ઇટાલિયા નામના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. કંપનીમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા રાજેશ કાછડિયાએ ભારતના નકશા આકારનો હીરો બનાવવા માટે 40 કલાકનો સમય લીધો હતો. જ્યારે 6 વર્ષથી કંપનીમાં કામ કરતા વિશાલ ઇટાલિયા 22 કલાકમાં હીરાને પોલીશ કર્યો હતો.આ બંનેની મહેનત પછી જ નવભારત રત્ન તૈયાર થઈ શક્યો. તમને જણાવી દઈએ કે નવભારત રત્ન માત્ર હીરા જ નથી, પરંતુ તે ભારતના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિક છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube