March 25, 2025
KalTak 24 News
Gujarat

BIG BREAKING NEWS: ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી ઈમરજન્સી બેઠક

  • રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઇ CMની બેઠક
  • CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરની મુલાકાત લીધી
  • રાજ્યની સ્થિતિ અંગે સમીક્ષા કરી

છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં સરેરાશ 8 ઈંચથી વધુ વરસાદ, CM ભૂપેન્દ્ર પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી સમીક્ષા કરી

ગુજરાતમાં રવિવારે મધ્ય ગુજરાત , દક્ષિણ  ગુજરાતમાં  બારે મેઘ ખાંગા થયા  હતા અને  બપોર બાદ રાજકોટ ,અમદાવાદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં વરસાદ  ખાબક્યો હતો. તેમજ  હવામાન વિભાગ દ્વારા  દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીનગર ખાતે   સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી જિલ્લા કલેકટર્સ સાથે તાકીદની બેઠક યોજી હતી. છોટા ઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં પડેલા ભારે વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે (CM Bhupendra Patel) સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી જિલ્લા કલેકટર્સ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્ય સચિવ  પંકજ કુમાર પણ ઉપસ્થિત રહ્યાં હતા.અમદાવાદ શહેરમાં  સાંજના સમયે વીજળીના કડાકાભડાકા સાથે  વરસાદ ખાબક્યો હતો.

સૌથી વધુ બોડેલી(Bodeli)માં 14 ઈંચ વરસાદથી આફત જ આફત
છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદ પડતા નદી-નાળા છલકાયા છે. છોટાઉદેપુર-બોડેલી(Bodeli)ના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.  જિલ્લાના બોડેલી(Bodeli)માં 14 ઈંચ પડતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે ચડી રહ્યું છે.ખાસ તો બોડેલી ગામ બેટમાં ફેરવાતા જ્યાં નજર નાંખો ત્યાં બસ પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. એટલું જ નહીં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ભરાતા (Waterlogging)લોકોની ઘરવખરી અને માલ સામાનને ભારે નુકસાન પહોંચ્યું છે.નદી ગાંડી થઈ તેના પ્રવાહમાં જે પણ આવે તેનો સર્વનાશ કરી રહી છે.પાવી જેતપુરમાં 11  ઈંચ, છોટાઉદેપુરમાં 10 ઇંચ તેમજ કવાંટમાં 8 ઇંચ જેટલો તેમજ જીલ્લાના અન્ય તાલુકાઓમાં સરેરાશ 4-4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના લીધે કોઝવે ધોવાઈ ગયા છે. રેલવ લાઇન ટ્રેક પર પાણી ફરી વળતાં પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરી નાખવામાં આવી છે.

તો દક્ષિણ ગુજરાતમાં  વલસાડ અને નવસારીમાં નદીઓ ભયજનક સ્તરથી ઉપરની સપાટીએ વહી રહી છે.  નવસારી જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો કે આ વરસાદ રાહતને બદલે આફત હોવાનું સાબિત થઈ રહ્યો છે. જિલ્લાના વાંસદામાં છેલ્લા 24 કલાકમાં ધોધમાર સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ તારાજી સર્જાઈ હોય તેવા દૃશ્યો સામે આવ્યાં છે.. જિલ્લાની મોટાભાગની નદીઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.જેથી સૂરખાઈથી યાત્રાધામ ઉનાઈ જતા માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ચીખલી ગામમાં લોકોના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. તો મોરલી ગામમાં નદી કાંઠે ઘાસ કાપવા ગયેલી મહિલાઓ પાણી ફરી વળતા ફસાઈ હતી. જેમનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું

આજે 153 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 153 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.  14 તાલુકાઓમાં 5 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. સૌથી વધુ છોટા ઉદેપુરના બોડેલીમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો જાંબુઘોડામાં 10 ઇંચ, વઘઇમાં 8 ઇંચ, આહ્વામાં 7 ઇંચ, ડોલવણમાં 7 ઇંચ, સંખેડામાં 6 ઇંચ, સાગબારામાં 6 ઇંચ, સુબીરમાં 6 ઇંચ, ડેડિયાપાડામાં 6 ઇંચ, ઉમરપાડામાં 5 ઇંચ વરસાદ, વાંસદામાં 5 ઇંચ , નસવાડીમાં 3 ઇંચ, ડભોઇમાં 3 ઇંચ, હાલોલમાં 3 ઇંચ, મહુવામાં 3 ઇંચ, કુકરમુડામાં 3 ઇંચ, તિલકવાડામાં 3 ઇંચ, ધરમપુરમાં 3 ઇંચ, વાલોદમાં 2 ઇંચ, નીઝરમાં 2 ઇંચ, અબડાસામાં 2 ઇંચ, કપરાડામાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

બે વર્ષ બાદ સુરત ખાતે સમસ્ત સનાળીયા ગામ નું સોળમું સ્નેહમિલન યોજાયું,વાંચો સમગ્ર વિગતો

KalTak24 News Team

વકીલ મેહુલ બોઘરા પર હુમલા મામલે આરોપીની જામીન અરજીનો 9મીએ ફેંસલો

KalTak24 News Team

બોરસદમાં 11 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ,NDRFની ટીમ પહોંચી

KalTak24 News Team