Surat News: ગુજરાતમાં (Gujarat) આમ આદમી પાર્ટીને (Aam Aadmi Party) મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ મંત્રી દિનેશભાઈ કાછડિયા(Dinesh Kachhadiya)એ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને રાજીનામું આપી દીધું છે. રાજીનામાંમાં ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું તેમ જણાવ્યું હતું.
આમ આદમી પાર્ટીમાંથી વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું છે. સુરતમાં પૂર્વ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીમાં પ્રદેશ મંત્રી દિનેશભાઈ કાછડિયાએ આમ આદમી પાર્ટીથી છેડો ફાડ્યો છે. તેઓએ આજે પ્રદેશ અધ્યક્ષને પત્ર લખીને પોતાનું રાજીનામું આપ્યું છે.
તમામ પદેથી રાજીનામું
આપના પ્રદેશ પ્રમુખને રાજીનામું આપતા દિનેશ કાછડીયાએ જણાવ્યું છે કે પ્રદેશ અધ્યક્ષ…સવિનય… હું દિનેશ કાછડીયા, પ્રદેશ મંત્રી, આમ આદમી પાર્ટી-ગુજરાત. રાજ્ય અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિઓ તેમજ છેલ્લાં એક વર્ષનાં મારાં આ પાર્ટી સાથેનાં કાર્યાનુભવોને જોતાં આમ આદમી પાર્ટી, ગુજરાતમાં મારી કોઈ પ્રાસંગિકતા કે ઉપયોગિતા જણાતી નથી, આથી હું પાર્ટીનાં તમામ પદ અને સભ્ય પદેથી રાજીનામુ આપું છું.
કોઈ પક્ષમાં જોડાવાથી ઈન્કાર
આ રાજીનામા બાદ કાછડીયાએ કહ્યું કે, આપમાંથી રાજીનામું આપ્યું છે અને હાલ અન્ય કોઈ પક્ષમાં જોડાવાનો વિચાર કર્યો નથી. જો કે, રાજકીય ક્ષેત્રે તેમણે સન્યાસ પણ જાહેર કર્યો નથી. જેથી આગામી સમયમાં ફરીથી કોઈ પક્ષમાં જોડાઈને ફરીથી ચૂંટણી આવે ત્યાં સુધીમાં ફરી એકાદ પક્ષનો ખેસ પહેરશે તેમ સુત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube