રાજકોટ(Rajkot): રાજકોટના રેસકોર્સ મેદાન(Red Cross Maidan) ખાતે હાલમાં ચાલી રહેલી હનુમાન ચાલીસા યુવા કથાના(Hanuman Chalisa Yuva Katha) પાંચમા દિવસે હનુમંત જન્મ મહોત્સવની જોરદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન ચાલીસા યુવા કથાના પાંચમા દિવસે 75 હજારથી પણ વધુ લોકોએ હાજરી આપીને હનુમાનજી મહારાજનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
એક તરફ પશ્ચિમની સંસ્કૃતિનું અનુકરણ કરી ઠેર-ઠેર 31મી ડિસેમ્બરની ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે બીજી તરફ રાજકોટમાં હજારો લોકોએ એકસાથે એકઠા થઈ 31મી ડિસેમ્બરની ઉજવણી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલાં હનુમંત જન્મ-મહોત્સવમાં ભાગ લઇને કરી હતી. અનેક લોકોએ પોતાના બાળકોમાં વીર હનુમાન જેવા ગુણો વિદ્યમાન થાય તે માટે બાળકોને હનુમાનજી મહારાજનો પોશાક પહેરાવી કથા સ્થળે લાવ્યા હતા.
આ હનુમાન ચાલીસા યુવા કથામાં અનેક સંપ્રદાયના સંતો મહંતોએ હાજરી આપી હતી. તો સાથોસાથ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, રામકૃષ્ણ આશ્રમ ના સંતો તેમજ રાજકોટના મેયર પ્રદીપભાઈ ડવ તથા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા સહીતના અનેક મહાનુભાવોઓ હાજર રહ્યા હતા.
હનુમંત જન્મ મહોત્સવ અંતર્ગત 51 કિલોની કેક દાદાને ધરાવવામાં આવી હતી. સાથોસાથ 108 કિલો પુષ્પની વર્ષા હનુમાન દાદા, તેમજ સંતો અને ભક્તો પર કરવામાં આવી હતી. તો દાદાને ભવ્ય અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો. તેમજ 51 કિલો ચોકલેટનો પ્રસાદ પણ દાદાને ધરાવવામાં આવ્યો હતો. દાદાનો જન્મોત્સવ પ્રસંગે સભા મંડપને ફૂલો તેમજ રંગબેરંગી ફુગ્ગાથી પણ શણગારવામાં આવ્યો હતો.
ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટના યુવાનો દ્વારા 31મી ડિસેમ્બરની ઉજવણી પશ્ચિમ સંસ્કૃતિ તરફ વળી રહેલા લોકોને એક સારો સંદેશો પાઠવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિને વળગી રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. હનુમાનજીના જન્મોત્સવમાં એક સાથે 75 હજારથી પણ વધુ લોકો જોડાયા હતા. રેસકોસ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં આજે લોકો ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચો :-
- સુરતના સુપ્રસિદ્ધ લેખિકા અને વક્તા અંકિતા મુલાણીએ અન્ય લોકોથી પ્રેરાઈ સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે કર્યું રક્તદાન.
-
કુંવારપાઠા જ્યુસના 4 ફાયદા જે કદાચ તમને નહિ હોય ખબર, જાણો સ્વાસ્થ્ય સંબધિત લાભ??
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.