December 3, 2024
KalTak 24 News
GujaratPolitics

સુરત/ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર પાટીલે વાવ વિઘાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત થતા સૌ કાર્યકર્તાઓ, આગેવાનો અને મતદારોને અભિનંદન પાઠવ્યા;VIDEO

cr-patil-congratulated-all-workers-leaders-and-voters-on-bjps-victory-in-vav-vidhan-sabha-by-election-surat-news

Surat News: આજ રોજ મહારાષ્ટ્ર ,ઝારખંડ સહિત ઘણા રાજયોમા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં મહારાષ્ટ્રમાં જંગી બહુમતી સાથે જીત મળી છે અને ગુજરાતમાં પણ વાવ વિઘાનસભા પર ભાજપનો વિજય થતા સુરત ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે પત્રકાર પરિષદને સંબોધી હતી.ત્યારે આ જીતની ખુશી વ્યક્ત કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે શું કહ્યું તે જાણીએ.

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ છે કે આ વખતે ન કોઇ બટા ન કોઇ કટા કટેગે તો બટેગે એ સુત્ર દેશની એકતાઅને વિકાસનું હતું કે જો બટોગે તો દેશના વિકાસમાંથી પણ તમે કપાઇ જશો અને આ મુદ્દાને મતદારોએ સ્વીકારી ભાજપને જંગી જીત અપાવી છે. મહારાષ્ટ્રના અને ગુજરાતમાં વાવ પેટા ચૂંટણીમા મતદારોએ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના નેતૃત્વ પર વિશ્વાસ મુક્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના કાર્યકર્તાઓએ મતદારો પર વિશ્વાસ સંપાદન કરી શક્યા તેનુ પરિણામ મળ્યું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની આગેવાનીમાં થયેલ વિકાસના કાર્યો તેમજ બનાસકાંઠાના આગેવાનોએ અને કાર્યકર્તાઓએ કરેલ મહેનતનું પરિણામ મળ્યું છે.

પાટીલે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસે વાવની ચૂંટણીમા ભાજપમાંથી એક વ્યક્તિને ત્રીપાખીયા જંગ માટે ઉભા રાખ્યા હતા. પેટા ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીના પાવરના સ્વાદે માવજીભાઇ પટેલને ધૂળ ચાટતા કરી દીધા. કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભા ચૂંટણીમા ચાલુ ધારાસભ્ય હોવા છતા વાવના મતદારોએ તેમને નકાર્યા.વાવના મતદારોએ લોકસભાની ચૂંટણીમાજ કોંગ્રેસથી નારાજ થઇ મતદાન કર્યુ હતું. આ વખતે પણ વાવના મતદારોએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ પર અને વિકાસને પ્રાધાન્ય મળે તે માટે ભાજપના ઉમેદવારોને જીતાડ્યા છે તે માટે વાવના મતદારોનો આભાર વ્યકત કરુ છું. પેટા ચૂંટણીમા જે પણ કાર્યકર્તાઓ અને આગેવાનોએ મહેનત કરી છે તેમને અભિનંદન પાઠવું છે.

પાટીલે વધુમાં જણાવ્યું કે, મહારાષ્ટ્રમા ભારતીય જનતા પાર્ટીએ અકલ્પનીય જીત મેળવી છે. કોંગ્રેસ,એનસીપી અને શિવસેના ત્રણેય સામે હવે અસ્તિત્વનો સવાલ આવીને ઉભો છે. આ ત્રણેય પાર્ટીએ હારથી પાઠ શિખવો જોઇએ કે લોકોને વિકાસમા રસ છે. દેશના હિતને નુકશાન થાય તે પ્રકારના નિવેદન થતા હોય ત્યારે મતદારો તેમને જવાબ ચોક્કસ આપે છે અને મહારાષ્ટ્રના મતદારોએ ભાજપને જંગી જીત અપાવી છે તે બદલ આભાર વ્યકત કરુ છું. મહારાષ્ટ્ર ચૂંટણીમા કાર્યકર્તાઓ અને આગેવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમા કામ કર્યુ તેના કારણે જંગી જીત મેળવી છે તે બદલ સૌને અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ જે રીતે વિકાસના કાર્યો કરી રહ્યું છે તેનો લાભ મહારાષ્ટ્રને પણ મળશે તેવો વિશ્વાસ છે.

વાવ પેટા ચૂંટણીના પરિણામમાં છેલ્લી ઘડીએ ભાજપે ખેલ પાડ્યો

તમને જણાવી દઈએ કે બનાસકાંઠાની વાવ બેઠકના પેટા ચૂંટણીના જંગમાં કોંગ્રેસની હાર થઈ છે અને ભાજપની જીત થઈ છે, કારણ કે વાવ પેટા ચૂંટણીના પરિણામમાં ખૂબ જ મોટો ઉલટફેર છેલ્લે છેલ્લે જોવા મળ્યો છે. વાવ બેઠક મતદારોએ ભાજપનું કમળ ખીલાવ્યું છે અને સ્વરૂપજી ઠાકોરની મોટી જીત થઈ છે. વાવમાં ભાજપના ઉમેદવારે 2,353 મતથી જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે વાવમાં 21 રાઉન્ડ સુધી ભાજપ સતત પાછળ ચાલી રહ્યું હતું પણ ક્રિકેટ મેચની જેમ વાવની બેઠકમાં અંતિમ 2 રાઉન્ડમાં પરિણામનું ચિત્ર અચાનક બદલાયું અને ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર લીડ કરીને કોંગ્રેસ કરતા આગળ નીકળી ગયા અને આખરે જીત પર મહોર મારી દીધી હતી. ત્યારે ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ હવે વધીને 162 થઈ ગયું છે. વિધાનસભામાં હાલમાં ભાજપની 162 બેઠક, કોંગ્રેસની 12 બેઠક, અન્યની 7 બેઠક, 1 ખાલી બેઠક છે.

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

જામકંડોરણાના શહીદ અગ્નિવીર જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય, કેન્દ્રીય મંત્રી,ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકોએ આપી શ્રદ્ધાંજલિ

KalTak24 News Team

સુરતમાં પાંચ વર્ષની બાળકીને રૂમમાં લઈ જઈ મોટા પપ્પાએ કરી બળજબરી;લોહી નીકળતાં પરિવાર હોસ્પિટલ લઈ ગયો ને ભાંડો ફૂટ્યો

KalTak24 News Team

સુરત/ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ૬૦ કરોડના ખર્ચે તૈયાર થનાર કિરણ મહિલા ભવનનું રવિવારે થશે ભૂમિપૂજન,૫૦૦ બહેનો માટે સુવિધાયુક્ત હોસ્ટેલ થશે નિર્માણ..

Sanskar Sojitra
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News