ગુજરાત
Trending

PM મોદીના માતાને દેશના કરોડો લોકોએ શ્રદ્ધાંજલી પાઠવી

ગાંધીનગર: પીએમ મોદીના માતા હીરા બા(Hira Ba) નું 100 વર્ષની વયે નિધન થયું છે. તેઓ છેલ્લા બે દિવસથી યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા. તેમની સધન સારવાર ચાલી રહી હતી. જો કે આજે વહેલી સવારે 3.30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અંગે પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

આ સમયે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા રાજકીય શત્રૂતા ભૂલીને દુઃખના આ સમયમાં મોદી પરિવારની પડખે આવ્યા હતા. તેમણે સ્મશાને પહોંચીને હીરાબાના અંતિમ દર્શન કર્યા અને PM મોદીને ખભે હાથ મૂકીને સાંત્વના આપી હતી.

PM સાથે મુલાકાત બાદ શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું?
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, બા સૌને સાથે લઈને ચાલ્યા છે.સમાજની સેવા કરી છે, દેશની સેવા કરી છે. હંમેશા તેમના આ શબ્દો હતા. હીરાબા હીરાબા હતા. ગરીબ પરિવારને સંભાળીને દીકરાને દેશના પ્રધાનમંત્રી પદે પહોંચાડવા એ મોટી વાત છે. તેમના હિસાબથી કોઈ વિરોધ પક્ષ નહોતો, કોઈપણ પક્ષના હોય પુત્ર, પુત્ર હોય છે. સૌને એક જ રીતે ટ્રીટ કરતા હતા. 100 વર્ષના તંદુરસ્તમાં બા હવે આપણી વચ્ચે નથી રહ્યા, તેમના આત્માને મોક્ષ મળે તેવી જ પ્રાર્થના કરીશું. જ્યારે પણ મળતા ત્યારે ખાધું? દેશ સેવા કરો, સમાજ સેવા કરો, બધા સાથે રહો, આ જ તેમના શબ્દો રહેતા હતા.

 

PM મોદી પોતાની માતાન નિધન અંગે માહિતી આપી
પીએમ મોદીના માતાના નિધન અંગે માહિતી મળતાની સાથે જ હીરાબાના અંતિમ દર્શન કરવા માટે પીએમ મોદી પહોંચ્યા હતા. હીરાબાના અવસાન અંગે ભાજપ સહિત રાજનીતિના અનેક દિગ્ગજો દ્વારા ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી શાહે ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી હતી. આ ઉપરાંત રાહુલ ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના અનેક દિગ્ગજોએ ટ્વીટ કરીને બાને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

 

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button