April 16, 2024
KalTak 24 News
ગુજરાત

સુરતના સુપ્રસિદ્ધ લેખિકા અને વક્તા અંકિતા મુલાણીએ અન્ય લોકોથી પ્રેરાઈ સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે કર્યું રક્તદાન.

Ankita mulani blood

સુરત(Surat): સુરતના સુપ્રસિદ્ધ લેખિકા, વક્તા, ઓથર, કૉલમિસ્ટ અને કેટકેટલાયે ઉપનામોથી નવાજી શકાય તેવા સન્માનીય શ્રીમતી અંકિતા મુલાણી(Ankita Mulani)એ ઘનશ્યામભાઈ બિરલા (પ્રમુખશ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન) એ 100મી વાર કરેલા રક્તદાનથી(Blood Donation) પ્રેરાઈને સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે રક્તદાન કરીને આજના યુવાનો અને નારીશક્તિ માટે પ્રેરણારૂપ બન્યા છે.

WhatsApp Image 2022 12 31 at 16.28.29
બ્લડ ડોનેશન કરતા અંકિતા મુલાણી

 

વર્ષનો છેલ્લો દિવસ હોય ત્યારે દરેક વ્યક્તિ અને તેમાં પણ મહત્તમ યુવાવર્ગ ડાન્સ, ડીજે, પાર્ટીઓ અને મહેફિલોની મોજમાં હોય છે. ત્યારે છેલ્લો દિવસ વધુ યાદગાર બને તેમજ કુદરત તરફથી સ્વસ્થ્ય શરીર મળ્યું હોય તો અન્યોના જીવનમાં શક્ય તેટલા વધુ ઉપયોગી થઈએ તે હેતુથી અંકિતા મુલાણીએ આજે બીજીવાર રક્તદાન કર્યું હતું. તે અગાઉ વર્ષની શરૂઆતમાં તેઓએ થેલેસેમિયા પીડિત બાળકો માટે સૌપ્રથમવાર રક્તદાન કર્યું હતું. તે પછીથી હોમોગ્લોબિન લેવલ ઓછું આવતાં રક્તદાનનો સંકલ્પ સિદ્ધ થઈ શકતો નહોતો.

WhatsApp Image 2022 12 31 at 16.28.30

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, “રક્તદાન એ દરેક દાનથી સવાયું દાન છે એટલા માટે કે રક્ત કુદરતની દેણ છે. તે કોઈ કરોડોની ફેક્ટરીની બાયપ્રોડકટ નથી. ભગવાને નિરોગી અને તંદુરસ્ત શરીર આપ્યું હોય તો સમયાંતરે રક્તદાન કરીને અન્યોને ઉપયોગી થવું જોઈએ. અને દાનત હોય તો જ દાન થાય. માણસ જ માણસને ઉપયોગી થશે તો માનવતાની મહેક પ્રસરાશે અને એ સુગંધ અન્યોના જીવનને પણ સુગંધિત કરશે”.

WhatsApp Image 2022 12 31 at 16.28.31

અંકિતા મુલાણી સયુંકત પરિવારમાં રહીને જુડવા દીકરીઓની માતાની જવાબદારી નિભાવે છે. તેમજ તેમનાંથી થતું દરેક સેવકીય કાર્ય ખૂબ નિષ્ઠાથી કરે છે. કદાચ એમ કહેવાય કે તેમનું જીવન આ સમાજને અને રાષ્ટ્રને સમર્પિત કરીને જીવે છે. તેમની વાતોથી હજારો લોકોના જીવનમાં હકારાત્મક પરિવર્તન આવ્યા છે અને લોકોની જીવન જીવવાની રીત બદલાઈ છે. ઉત્તમ નારીત્વના ઉદાહરણ એવા શ્રી અંકિતા મુલાણીના આ કાર્યને વંદન કરીએ છીએ, અને તેમના કાર્યોને જોઈને અન્ય લોકોને પણ પ્રેરણા મળે તેવી શુભેચ્છા પાઠવીએ છીએ.

 

આ પણ વાંચો :-

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

Related posts

અયોધ્યા/ ગુજરાતના પ્રધાનમંડળ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અયોધ્યા,રામલલાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું,જુઓ તસ્વીરો…

Sanskar Sojitra

Heavy Rain: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત થયેલ જામનગરના ગાંધીનગર વિસ્તારની લીધી મુલાકાત,જાણો સમગ્ર વિગતો..!

KalTak24 News Team

સુરતના સણીયા હેમાદમાં ખાડી ઓવરફ્લો થતાં ઘરોમાં પાણી.. પાણી..,ઘરો પાણીમાં ડૂબ્યા, વાડીમાં રાત વિતાવી

KalTak24 News Team