Honored with Gujarat Cultural Warrior Award: સોશિયલ મીડિયા તેમજ સ્કૂલ-કોલેજ કે જાહેર કાર્યક્રમમાં વક્તા તરીકે જાણીતા બનેલા સુરતના લેખિકા ડો.અંકિતાબેન મુલાણીની ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકાદમી અને સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે “ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર – ૨૦૨૩” અંગે પસંદગી કરવામાં આવી છે.મુખ્યમંત્રી દ્વારા એક લાખનો પુરસ્કાર અને સ્મૃતિચિહન એનાયત કરાશે.
સાંસ્કૃતિક મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે અને સદાચારની રક્ષા માટે ગુજરાત રાજ્ય રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સમાજ રત્નોને સન્માનિત કરાય છે.જેમાં મૂળ ભાવનગર જિલ્લાના મુલાણી ના સમઢીયાળા ગામની વતની અને હાલ સુરત રહેતા ડો.અંકિતાબેન મુલાણી સોશિયલ મીડિયા,જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી મા-બાપ,પરિવાર,તહેવાર,સત્ય ઘટનાઓ,વિદ્યાર્થીઓ શિક્ષણજગત,પ્રકૃતિ અને શૂરવીરતા સહિતના અનેક વિષય ઉપર કંઈક ને કંઈક લખાણ કે પ્રવચન કરે છે.ઉપરાંત ડો.અંકિતાબેન મુલાણીએ વારસદાર અને ત્રણ ગાયકાની જિંદગી એમ બે પુસ્તકો લખ્યા છે.
મોટીવેટર ડો.અંકિતાબેન મુલાણીને આગામી તારીખ 29 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે રાજ્ય સરકાર દ્વારા યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અને એક કલાક રૂપિયાનો પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવશે.જે સુરત શહેર અને પટેલ સમાજ માટે ગૌરવપ્રદ બાબત બની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube