Vadtal : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભ મેળામાં વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદ સહ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી કુંભભમેળામાં આવતા યાત્રીકો માટે તા. ૧૦ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી સુધી ૩૨ દિવસ સવાર બપોર સાંજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભંડારાનું સમગ્ર સંચાલન ધર્મજીવનસ્વામી તથા ભક્તિ સ્વામી (અથાણાવાળા) તથા સ્વયંસેવક ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.
ભંડારા અંગે માહિતી આપતા ડો.સંતવલ્લભદાસજી (મુખ્ય કોઠારી વડતાલ મંદિર) એ જણાવ્યું હતું કે પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભમેળામાં દેશ વિદેશમાંથી આવતા શ્રધ્ધાળુઓ માટે વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા તા.૧૦ જાન્યુઆરી ૨૫ થી ૧૪ ફેબ્રુઆરી ૨૫ દરમ્યાન ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.દેશ વિદેશમાંથી આવતા શ્રધ્ધાળુઓને શુધ્ધ સાત્વીક ભોજન મળે તે માટે ઉત્તરપ્રદેશ પ્રશાસન દ્વારા વડતાલ મંદિરને યોગ્ય જગ્યા ફાળવી આપવામાં આવી હતી.
આ ભંડારા સવાર, બપોર અને સાંજ થઇ દરરોજના અંદાજીત ૭,૨૦૦થી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આમ ૩૨ દિવસ સુધી ચાલેલા ભંડારામાં અંદાજીત ૨.૩૦ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube