Horoscope 15 September 2023, Daily Horoscope: 15 સપ્ટેમ્બર 2023,રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashi Fal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે.
Today Horoscope 15 September 2023 આજનું રાશિફળ
મેષ રાશિ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પિતાના આશીર્વાદ અને ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદથી કોઈ કિંમતી ચીજવસ્તુ અથવા સંપત્તિ મેળવવાની ઇચ્છા આજે પૂર્ણ થશે. ભાઇ-બહેન દ્વારા લાભની સ્થિતિ સર્જાશે. લગ્ન કરવા ઇચ્છતા લોકો માટે સમય અનુકૂળ છે. પ્રિય વ્યક્તિના દર્શનથી મનોબળ વધશે.
વૃષભ રાશિ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોજગાર ક્ષેત્રે તમારી ક્ષમતાઓમાં સુધારો કરીને તમને નવી તકો મળશે. તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે અને સંપત્તિ, માન, ખ્યાતિ વધશે. વાણી પર નિયંત્રણ નહીં રાખો તો વિપરિત પરિસ્થિતિઓ તરફ દોરાઈ શકો છો.
મિથુન રાશિ (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજે બીજાની મદદ કરવામાં તમને આનંદ મળશે, તેથી તમારો દિવસ દાનમાં વિતાવશો. કમ્યુનિકેશન મીડિયાના ઉપયોગ દ્વારા વ્યાવસાયિક સિદ્ધિઓ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં કેટલાક પરિવર્તનને લીધે તમારા સાથીદારોનો મૂડ થોડો બગડશે, પરંતુ તમારી સારી વર્તણૂકથી તમે વાતાવરણને સામાન્ય બનાવવામાં સમર્થ હશો.
કર્ક રાશિ (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે પરિવારમાં પ્રેમ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. કૌટુંબિક સંપત્તિ મેળવવાની પ્રબળ સંભાવના છે. અટકેલા પૈસાની પ્રાપ્તિને કારણે ભંડોળ મજબૂત થશે. ભાઇઓના સહયોગથી વ્યાવસાયિક યોજનાઓને વેગ મળશે. વિદ્યાર્થીઓની બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થશે.
સિંહ રાશિ (મ.ટ)
આ રાશિનાં જાતકો માટે શિક્ષણ અને સ્પર્ધાના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ રહી છે. બુદ્ધિશાળી ભાષણ દ્વારા વ્યાવસાયિક વિવાદોના સમાધાનમાં સફળ થશો. આ સાથે તમને સમાજમાં વિશેષ આદર મળશે. જીવનસાથીનો સહયોગ પુરતી માત્રામાં મળશે.
કન્યા રાશિ (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સામાજિક કાર્ય કરવાથી પ્રતિષ્ઠા વધશે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે. બહારના ખોરાક પર નિયંત્રણ રાખો, નહીં તો પેટ સંબંધિત ફરિયાદો થઈ શકે છે. વૃદ્ધ લોકોની સેવા કાર્યો પર પૈસા ખર્ચ કરવાને કારણે મનમાં આનંદ થશે અને ખ્યાતિમાં વધારો થશે.
તુલા રાશિ (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજે પિતાની સહાયથી આર્થિક પ્રગતિ થશે અને સમાજમાં તમારી નવી ઓળખ ઊભી થશે. ધંધામાં પ્રતિસ્પર્ધાના ક્ષેત્રે આગળ વધશો અને અટકેલા સરકારી કાર્ય પણ મિત્રોની મદદથી પૂર્ણ થશે. જીવનસાથીની સલાહ તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે, તે તમારા સંબંધોને પણ મજબૂત બનાવશે.
વૃશ્ચિક રાશિ (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાનો સાથે સારો સમય પસાર કરશે. બપોર સુધીમાં ખુશખબર પણ મળશે. તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. અચાનક કોઈ મહેમાનના આગમનથી આનંદ થશે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે નવી તકો મળશે.
ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સાધારણ ફળદાયક રહેશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય અચાનક બગડતા ભાગદોડ અને ખર્ચ કરવાની સ્થિતિ આવી શકે છે. કોઈ મિલકત ખરીદવા અને વેચતા પહેલા તેના તમામ કાયદારીય પાસાઓને ગંભીરતાથી ધ્યાનમાં લો અને જાણકારનો અભિપ્રાય પણ લો.
મકર રાશિ (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજે ઘરની વસ્તુઓ પર પૈસા ખર્ચ થઈ શકે છે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે નવી તકો મળશે. સાંસારિક આનંદ માણવાના માધ્યમોમાં વધારો થશે. કાર્યસ્થળે અથવા કોઈ સંબંધીને કારણે તણાવ વધી શકે છે. પૈસાની લેવડદેવડ કરતી વખતે સાવચેત રહો નહીં તો પૈસા અટકશે.
કુંભ રાશિ (ગ.શ.સ.ષ.)
આ રાશિનાં જાતકો માટે પરિવાર સાથે નજીકમાં અને દૂર સુધીની સકારાત્મક યાત્રા પણ થઈ શકે છે. પારિવારિક બિઝનેસમાં વધતી પ્રગતિથી ખુબ ખુશી થશે. તમે અન્ય ધંધામાં પણ રોકાણ કરવાની યોજના બનાવી શકો છો. માતા-પિતાની સલાહ અને આશીર્વાદ ઉપયોગી સાબિત થશે.
મીન રાશિ (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજે વેપારના ક્ષેત્રમાં મનને સાનુકૂળ લાભ મળતા આનંદ થશે. પિતા સાથે મળીને તમે વ્યવસાય બદલવા અને નવો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવશો. આર્થિક સ્થિતિ આજે પહેલાં કરતા વધુ મજબૂત બનશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના કારણે પરિવારમાં ઉત્સવનું વાતાવરણ રહેશે.
આજનું પંચાંગ
15-09-2023 શુક્રવાર
માસ શ્રાવણ
પક્ષ કૃષ્ણ
તિથિ અમાસ
નક્ષત્ર ઉત્તર ફાલ્ગુની
યોગ શુભ
કરણ કિન્સ્તુઘ્ન
રાશિ સિંહ (મ.ટ.) સવારે 11.34 પછી કન્યા (પ.ઠ.ણ.)
શુભાંક – આજનો શુભ અંક છે 6
શુભ રંગ – આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય – આજે શુભ સમય સવારે 9.05 થી 10.47 સુધી રહેશે
રાહુ કાળ – આજે રાહુકાળ રહેશે સવારે 10.30 થી બપોરે 12.00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. કલતક 24 ન્યૂઝ.કોમ આની પુષ્ટિ કરતુ નથી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube