રાષ્ટ્રીય
Trending

BIG NEWS : મુંબઈ એરપોર્ટ પર ક્રેશ થયું પ્રાઈવેટ પ્લેન, વરસાદના કારણે વિમાન રનવે પરથી સ્લીપ થયું; 8 લોકોનું બચાવ અભિયાન શરુ

રિપોટ્સ મુજબ વિમાનમાં છ યાત્રી અને બે ક્રૂ મેમ્બર સવાર હતા. ભારે વરસાદને કારણે વિઝિબિલિટી 700 મીટર હતી, જેના કારણે આ દુર્ઘટના થઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

Charter Plane Crashes: મુંબઈ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના બની છે. લિયરજેટનું એક ચાર્ટેર વિમાન ઉતરતી વખતે લપસી જતાં ક્રેશ થયું હતું. પ્લેન આંધ્રના વિશાખાપટ્ટનમથી મુંબઈ આવ્યું હતું પરંતુ ભારે વરસાદને કારણે રનવે ભીનો હતો તેથી ઉતરતી વખતે તે લપસી જતા ક્રેશ થયું હતું.

જાનહાનીના કોઈ સમાચાર નહીં
ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી આને કારણે એરપોર્ટ પર લેન્ડિંગ અને ટેકઓફને રોકી દેવામાં આવ્યું છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ક્રેશ વિમાનમાં રેસ્ક્યૂ ચાલી રહ્યું છે. આ વિમાનમાં 6 યાત્રી અને 2 ક્રૂ સભ્યો સવાર હતા. માહિતી અનુસાર ભારે વરસાદને કારણે વિઝિબિલિટી 700 મીટર હતી. હજુ સુધી કોઈના જાનહાનીના સમાચાર નથી.

વિમાનના થયા બે ટુકડા
સોશિયલ મીડિયામાં પ્લેન ક્રેશનો વીડિયો વાયરલ થયો હતો જેમાં મુંબઈ એરપોર્ટ પર વરસાદની વચ્ચે રનવેની પાસે વિમાનનો કાટમાળ જોઈ શકાય છે. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી હતી જોકે તેને તાત્કાલિક બુઝાવી દેવાઈ હતી. ક્રેશ થયા બાદ વિમાનના બે ટૂકડા થયા હતા.

કેવી રીતે બની ઘટના
ભારે વરસાદને કારણે 27 નંબરનો રન વે ભીનો હતો. વિશાખાપટ્ટનથી આવી રહેલા વીએસઆર વેન્ચર લિયરજેટ 45 વિમાન લપસી પડ્યું હતું.

શું કહ્યું ડીજીસીએએ
સદનસીબે ક્રેશની આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. પ્રાઈવેટ પ્લેનમાં 8 લોકો સવાર હતા જેમને બચાવવાની કામગીરી ચાલુ કરી દેવાઈ છે અને તેમને સહી સલામત બહાર કાઢી લેવામાં આવશે તેવી આશા છે.

બચાવ કામગીરી પુરજોશમાં
પ્લેન ક્રેશ થયા બાદ મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓ તેમજ બચાવ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે. હાલ એરપોર્ટ પર તમામ પ્લેનોનું લેન્ડિંગ અને ટેકઓફ હાલપુરતું બંધ કરી દેવામાં આવ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા