September 21, 2024
KalTak 24 News
Gujarat

સુરત કીમ નજીક ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ,રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલી મુકી દીધી;રેલવે સ્ટાફની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી,જુઓ વિડીયો

Kim

Surat: સુરતમાં કીમ સ્ટેશન નજીક ટ્રેન ઉથલાવવાના ગંભીર પ્રયાસનો પર્દાફાશ થયો છે, જે દરમિયાન અજાણ્યા શખ્સે ટ્રેનના ટ્રેક પર ફિશ પ્લેટ ખોલી દીધી હતી. મળતી વિગતો પ્રમાણે વડોદરા ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગમાં દોડધામ શરૂ થઈ ગઈ હતી.આ ઘટનામાં અજાણ્યા શખ્સે ટ્રેનના અપ ટ્રેકના ફિશ પ્લેટને ખોલીને અપ ટ્રેક પર મૂકી દીધી હતી. જો કે, આ બધાના પગલે રેલવે અધિકારીઓએ તરત જ નિર્ણય લીધો અને રેલ વ્યવહારને તાત્કાલિક બંધ કરી દીધા. રેલવે કર્મચારીઓએ ઘટનાની ગંભીરતાને સમજતા જ બીજી તરફ નવા ફિશ પ્લેટ લગાવીને રેલ સેવા ફરી શરૂ કરી હતી.

jkdbuj 1726893447
સમગ્ર ઘટનાનો વીડિયો વાઇરલ.

સુરત કીમ સ્ટેશન નજીક કી મેન સુભાષ કુમારે કીમના ડેપ્યુટી સ્ટેશન સુપરટેન્ડેન્ટને જાણ કરાઈ હતી કે, કોઈ અજાણ્યો વ્યક્તિ ફિશ પ્લેટ ખોલે છે અને ઉપરના ટ્રેકમાંથી કેટલીક ચાવી લઈને ટ્રેક પર મૂકે છે અને KM 292/27-291/27 ની બીટ ભાગી ગયો છે. તેમણે  ટ્રેનની હિલચાલને રોકવા માટે વિનંતી કરી, આથી 12910 લાલ હાથનો સંકેત બતાવ્યા પછી અને DYSS KSB દ્વારા VHF સેટ પર એલપી કરવા માટે જાણ કર્યા પછી KSB M/L બંધ કરી દીધું. M/L 05:27 પર ટ્રેન રોકાઈ. RPF અને ENGG CTO ને પણ તે જ જાણ. મુખ્ય માણસે DY SS કિમને 05:40 વાગ્યે ટ્રેનમાં કામ કરવા માટે સલામત ટ્રેક તરીકે જાણ કરી. KM 292/27-291/27 BET KSB-KIM પર શાર્પ નજર રાખો.  REP 12910-23”, 12954-5”

 

સુરતના કીમ રેલવે ટ્રેકના ફિશ પ્લેટ ખુલ્લા મળી આવ્યા

આ ઘટનામાં રેલવે વિભાગને વધુ તપાસ કરવી અનિવાર્ય છે. કારણ કે, આવી ઘટનાઓ દિવસેને દિવસે વધી ગઈ છે. તેઓએ ફરિયાદ નોંધીને અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે. આ પ્રકારના પ્રયત્નોનો સંકેત આપતી આવા ગુના આપણી સલામતી માટે એક ગંભીર પડકાર છે.નોંધનીય છે કે, લોકોની સુરક્ષા માટે રેલવે વિભાગ હવે વધુ સતર્ક રહેવા માટે પ્રયત્નશીલ છે. તેનાથી લોકોમાં અવિશ્વાસના બીજ ના ફેલાય તે માટે રેલવે વિભાગે જાહેર જનતાને સહયોગ આપવા વિનંતી કરી છે.

1c2200f3 6290 4af1 9d42 73b02e33cc041726892910640 1726893013

કીમ-કોસંબા રેલ્વે ટ્રેક પર ટ્રેન ઉઠલાવવાનો પ્રયાસ કરવાની જાણ થતા જ સુરત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. રેલ્વે સુરક્ષા ફોર્સની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. રેલ્વે ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફિસર પ્લેટ કાઢી નાંખવામાં આવી હતી. આ સાથે સાથે ૭૧ જેટલા લોખંડના પેડ લોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા. એક કિલોમીટર જેટલા વિસ્તારમાં રેલ્વે ટ્રેક પરથી લોખંડ ના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા. અજાણ્યા વ્યક્તિઓ ઈરાદાપૂર્વક ઘટના ને અંજામ આપવાનો પ્રયાસ કરાયો હતો તે સ્પષ્ટ દેખાયું હતું. 

ચાવી ખોલી અપ ટ્રેક ઉપર મૂકી દીધી.

સુરતના કીમ નજીકની આ ઘટના પડકારરૂપ છે

આ ઘટના જાગૃતિ લાવવા અને રેલવેની સુરક્ષા દ્રષ્ટિએ વધુ મજબૂત પગલાં ભરવાની જરૂરિયાતને ઊભી કરે છે. ટ્રેન મુસાફરોની સલામતી આપણા સર્વોપરી છે અને રેલવે વિભાગે આ બાબતમાં કોઈપણ પ્રકારની નાકામીઓ પર ગંભીરતાથી વિચાર કરવાની આવશ્યકતા છે. ઉલ્લેખનીય છે કે, સુરત (Surat)ના કીમ નજીકની આ ઘટના એક પડકારરૂપ સ્થિતિ છે. આવી ઘટનાઓ દેશમાં વધી રહીં છે. જેમાં અસમાજિક તત્વો દ્વારા ટ્રેનના પાટા પણ ફિશ પ્લેટ મુકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

અજાણી વ્યક્તિએ ફિશ પ્લેટ કાઢી પાટા પર મૂકી દીધી.

બનાવની જાણ થતા રેલવે અને સુરત ગ્રામ્ય પોલીસના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા હતા. આ બનાવને લઈને ટ્રેનનું આવગામન રોકી દેવામાં આવ્યું હતું અને બાદમાં રેલવે ટ્રેક પર કામગીરી કરી હાલ રેલવે વ્યવહાર પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.

ડીવાયએસપી આર.આર.સરવૈયાએ જણાવ્યું હતું કે, કીમ પાસે રેલ્વે ટ્રેક છે મુંબઈ અમદાવાદ અને અમદાવાદ મુંબઈ એમ ડાઉન અપ બે ટ્રેક છે. જેમાં કીમ પોલીસ સ્ટેશન હદની અંદર એક રેલવે ટ્રેક પર ફીશ પ્લેટ નટબોલ ખોલીને બાજુના રેલવે ટ્રેક પર રાખવામાં આવી હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓએ આ માર્ક કર્યું કે ફીશ પ્લેટ કાઢવામાં આવી છે. જેના આધારે તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જેથી તાત્કાલિક તમામ અધિકારીઓ ઘટના સ્થળે આવ્યા હતા. ગરીબ રથ ટ્રેન જે પસાર થવાની હતી તેને કોસંબા સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી.

9b80bb80 45f4 4a6c 9040 be68ed998907 1726892910640
રેલવે વિભાગે તાત્કાલિક પગલાં ભરી કાર્યવાહી કરી.

વધુમાં જણાવ્યું હતું કે, સુરત ગ્રામ્ય પોલીસ, જીઆરપી અને રેલવે પ્રોટેક્શન ફોર્સ એમના દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. હાલ આ મામલે ગુનો નોધી કાર્યવાહી કરવા માટે અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી છે. જેમાં સુરત ગ્રામ્ય પોલીસની એલસીબી, એસઓજી, જીઆરપી અને રેલ્વે પ્રોટેક્શન ફોર્સની અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ કૃત્ય કરવા પાછળનો તેઓનો મનસુબો શું છે અને આનું કારણ શું છે તે તમામ બાબતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જે પણ આરોપી આગુનામાં સંડોવાયેલા છે તેઓને તાત્કાલિક ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ માટે ડોગ સ્કવોડ ની પણ મદદ લેવામાં આવી.

 

 

Group 69

 

 

Related posts

Statue Of Unity: વિશ્વભરના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બટરફ્લાય ગાર્ડન,જુઓ બટરફ્લાય ગાર્ડનના PHOTOS

KalTak24 News Team

ભાજપ દ્વારા વિધાનસભા ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર,વાંચો સંપૂર્ણ યાદી

Sanskar Sojitra

ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો,બાળક સહિત 5 લોકોનાં કમકમાટીભર્યાં મોત

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી