September 8, 2024
KalTak 24 News
Gujarat

Statue Of Unity: વિશ્વભરના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બટરફ્લાય ગાર્ડન,જુઓ બટરફ્લાય ગાર્ડનના PHOTOS

butterfly-garden-established-at-statue-of-unity-is-center-of-attraction-for-tourists-narmada-news
  • બટરફ્લાય ગાર્ડન: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રંગબેરંગી પતંગિયાઓથી સમૃદ્ધ સુંદર પ્રવાસન આકર્ષણ
  • બટરફ્લાય ગાર્ડન ધરાવે છે 70 વિવિધ પ્રજાતિઓના પતંગિયાઓ
  • 10 એકરમાં ફેલાયેલા ગાર્ડનમાં પરાગ રજકણો અને યજમાન છોડ (હોસ્ટ પ્લાન્ટ)ની 150 પ્રજાતિઓ આવેલી છે

Statue Of Unity: એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue Of Unity) અને તેની આસપાસના સ્થળો આજે વિશ્વભરના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સતત નવા પ્રવાસન આકર્ષણો વિકસિત કરવામાં આવી રહ્યા છે, જે પ્રવાસીઓને એક સુખદ પ્રવાસનો અનુભવ આપે છે. મા નર્મદાના શાંત કિનારે આવું જ એક આહ્લાદક પ્રવાસન સ્થળ પ્રવાસીઓ માટે વિકસિત કરવામાં આવ્યું છે, બટરફ્લાય ગાર્ડન! આ ગાર્ડનમાં પ્રવાસીઓ વિવિધ પ્રજાતિના પતંગિયાઓને નિહાળી શકે છે. 10 એકરમાં ફેલાયેલા બટરફ્લાય ગાર્ડન(Butterfly Garden)માં પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ તેમજ પરાગ રજકણો અને યજમાન છોડ (હોસ્ટ પ્લાન્ટ્સ)ની 150 પ્રજાતિઓ આવેલી છે. આ પરાગ રજકણો અને યજમાન છોડ પતંગિયાઓને પોષણ તેમજ તેમના ઇંડા મૂકવા માટેનું સ્થાન પ્રદાન કરે છે.

2 2024 09 d0ca49f170f0a68fd9d503ad47ade245

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતમાં એકતા નગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના પરિસરને આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે વિકસિત કરવાનું વિઝન આપ્યું હતું, જે આજે સાકાર થયું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શક નેતૃત્વ હેઠળ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ (SoUADTGA), એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા અને તેમનો અનુભવ સુખદ બનાવવા સતત કાર્યરત છે.

8 2024 09 cb06fd90adea74956a8e0de7ea45d4e8

બટરફ્લાય ગાર્ડનની વિશેષતાઓ

પરાગ રજકણો અને યજમાન છોડ:

પતંગિયાની પ્રત્યેક પ્રજાતિનો પોતાનો એક યુનિક યજમાન છોડ હોય છે. બટરફ્લાય ગાર્ડનમાં રહેલી પતંગિયાઓની 70 વિવિધ પ્રજાતિઓ માટે તેમની વિવિધ આવશ્યકતાઓને પૂરી કરવાના હેતુસર 70 અલગ-અલગ યજમાન છોડવાઓ ઉગાડવામાં આવ્યા છે. ઉહાદરણ તરીકે, પ્લેઇન ટાઇગર બટરફ્લાય અકરા નામના છોડ તરફ આકર્ષિત થાય છે, કોમન ક્રૉ નામનું પતંગિયું કનેર છોડને પસંદ કરે છે, એવી જ રીતે લાઇમ બટરફ્લાય લીંબુડી પ્રત્યે આકર્ષિત થાય છે.

7 2024 09 d69fad45288eac3e82ae56027dae6ff8

પતંગિયાઓની વિવિધ પ્રજાતિઓ

બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાની વિવિધ 70 પ્રજાતિઓ પ્રવાસીઓને જોવા મળે છે, જેમાં કોમન ક્રૉ, પ્લેઇન ટાઇગર, બ્લૂ ટાઇગર, સ્ટ્રાઇપ્ડ ટાઇગર, ગ્લાસી ટાઇગર, મોટલ્ડ એમિગ્રન્ટ, લેમન પેન્સી, ચોકલેટ પેન્સી, પીકોક પેન્સી, કોમન રોઝ, ક્રિમસન રોઝ, બ્લેક રાજા, ઇન્ડિયન જેઝબેલ, એગફ્લાય, પેઇન્ટેડ લેડી, પ્લેઇન ક્યુપિડ, સનબીમ, લાઇમ સ્વેલોટેઇલ, રેડ હેલન, બ્લૂ મોરમોન, ઇવનિંગ બ્રાઉન, રેડ પેરોટ વગેરે જેવી પ્રજાતિઓનો સમાવેશ થાય છે.

6 2024 09 e83ccbca42b8a0717d052d51b33be8af

પતંગિયાઓનું જીવનચક્ર

બટરફ્લાય ગાર્ડનમાં પ્રવાસીઓ પતંગિયાઓનું આખું જીવનચક્ર નિહાળી શકે છે. પતંગિયાઓનું જીવન ઇંડાથી શરૂ થાય છે, જેમાંથી થોડાક જ સમય પછી નાનકડી ઇયળ બહાર આવે છે. ઇયળ બહાર આવ્યા પછી ખાઉધરાની જેમ ખોરાક લે છે, ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે અને પતંગિયામાં પરાવર્તિત થવા માટે તૈયાર થાય છે. ત્યારબાદ, તે ‘પ્યૂપા’ (ક્રિસાલિસ) તબક્કામાંથી પસાર થાય છે, એટલે કે રક્ષણાત્મક આવરણની અંદર એક ઉલ્લેખનીય પરિવર્તનમાંથી પસાર થાય છે. લગભગ 25 દિવસ પછી તેમાંથી એક સંપૂર્ણ પતંગિયું બનીને બહાર આવે છે. પતંગિયાઓનું આયુષ્ય 2 થી 4 અઠવાડિયાનું હોય છે, જે દરમિયાન તેઓ પરાગનયનની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બટરફ્લાય ગાર્ડનમાં ‘ઘૂઘરા’ અને ‘હાથી સૂંઢી’ નામના બે વિશિષ્ટ પ્રકારના છોડ છે, જે ફક્ત નર પતંગિયાઓને જ આકર્ષે છે.

5 2024 09 cc2ac4acddcbf946e3cb7b706a4a157d

બટરફ્લાય ગાર્ડન ખાતે ફોટો પોઇન્ટ

બટરફ્લાય ગાર્ડનમાં ત્રણ ફોટો પોઇન્ટ્સ આવેલા છે, 1) સેલ્ફી પોઇન્ટ, 2) બટરફ્લાય લાઇફ સાયકલ અને 3) બટરફ્લાય ગાર્ડનનું પ્રવેશદ્વાર. પ્રવાસીઓ આ પોઇન્ટ્સ પર ફોટા પાડીને પોતાના યાદગાર અનુભવો તસવીરમાં કેદ કરી શકે છે.

4 2024 09 0127dd2ad98299bf951fcec7d9c2d300

 

 

 

Group 69

 

 

Related posts

સુરત નજીક અનુભવાયા ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર નોધાઈ 3.5ની તીવ્રતા

KalTak24 News Team

Buying Land on the Moon/ સુરતમાં મામાએ જુડવા ભાણી માટે ચંદ્ર પર ખરીદી જમીન-જાણો કોને અને કેટલી લીધી ચંદ્ર પર જમીન?

Sanskar Sojitra

સુરત/ રવિવારે મોટા વરાછા વિસ્તારમાં માતા-પિતા વિહોણી 125 દીકરીઓનો યોજાશે શાહી સમૂહ લગ્નોત્સવ..

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી