Armed Forces Flag Day: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તા. ૭ ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો ગાંધીનગરમાં અર્પણ કરીને આપણા દેશની સરહદો સાચવતા અને માતૃભૂમિની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી હતી.દેશની રક્ષા માટે સમર્પિત થઈને પોતાના પ્રાણનું બલિદાન આપી વીરગતિને વરેલા સેના અને સશસ્ત્ર દળોના કર્તવ્યનિષ્ઠ જવાનોના પરિવારોના કલ્યાણ માટે આ સશસ્ત્ર સેના ધ્વજ દિવસે સૌ કોઈ સ્વૈચ્છિક ફાળો – દાન અર્પણ કરીને તેમની સેવાઓનો ઋણ સ્વીકાર કરે છે.
સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે, દેશની રક્ષા માટે વીરગતિને વરેલા સેના અને સશસ્ત્ર દળોના જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો અર્પણ કરીને વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.#ArmedForcesFlagDay pic.twitter.com/fkxhgehjaa
— Bhupendra Patel (@Bhupendrapbjp) December 7, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ હેતુસર સશસ્ત્ર સેના ધ્વજ દિવસે પોતાનો ફાળો અર્પણ કર્યો હતો. આ વેળાએ પોલીસ મહાનિદેશક શ્રી વિકાસ સહાય તેમજ સૌનિક કલ્યાણ અને પુનર્વસન બોર્ડના લેફ્ટનન્ટ કર્નલ (નિવૃત્ત) શ્રી જેઠવા અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube