Surat News: સુરતમાં યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાનની આડમાં ચાલતા કુટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ બ્રાન્ચે રેડ પાડી હતી. રેડ દરમિયાન સંચાલક અને 3 ગ્રાહકની ધરપકડ કરી 7 મહિલાને મુક્ત કરાવી હતી. પોલીસે દુકાન માલિક અને અન્ય એક સંચાલક સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બાતમી મળી હતી કે યોગીચોકમાં આવેલી શુભમ રેસીડેન્સીમાં દુકાનની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું છે. પોલીસની ટીમે બાતમીના આધારે યોગીચોક સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ રેસીડેન્સીના પહેલા માળે દુકાન નં.110 અને 111માં રેડ કરી હતી. રેડ દરમિયાન દેહ વેપારનો ધંધો ચલાવતા સંચાલક બિશ્વારૂપ બારૂન દેય (ઉં.વ.28, રહે., મચ્છી માર્કેટ પાસે, નાનપુરાસ સુરત. મૂળ પશ્ચિમ બંગાળ) અને ત્રણ ગ્રાહકની ધરપકડ કરી હતી. તેમજ અહીથી 7 મહિલાઓને મુકત કરાવવામાં આવી હતી.
પોલીસે ચાર લોકોને ઝડપી પાડ્યા
પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 14 હજાર તથા 36,500ના 4 મોબાઈલ ફોન, વગેરે મળી કુલ 50,5000 રૂપિયાનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.પોલીસે સ્થળેથી એક સંચાલક અને ત્રણ ગ્રાહકને ઝડપી પાડ્યા હતાં. જ્યારે અન્ય એક સંચાલક આરોપી ગૌરવ અને દુકાન માલિક દીપકને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે રેડ દરમિયાન 7 મહિલાને મુકત કરાવી છે. પોલીસે ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે…

- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube