Deepika Padukone Pregnancy: બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની પ્રેગ્નન્સીને લઈને છેલ્લા ઘણા સમયથી અફવાહ ઉડી રહી છે. બોલિવૂડના પોપ્યુલર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સ માટે સારા સમાચાર છે. દીપિકા-રણવીરના ઘરે ઘણી ખુશીઓ આવવાની છે. દીપિકા માતા બનવા જઈ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. દીપિકાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ચાહકો ઉત્સાહિત થઈ ગયા છે. દીપિકાએ પોસ્ટમાં જણાવ્યું છે કે તે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે.
View this post on Instagram
પોસ્ટ શેર કરતી વખતે, દીપિકાએ હાથ જોડી ઇમોજી પોસ્ટ કરી છે. તેણે જે પોસ્ટર શેર કર્યું છે તેમાં લખ્યું છે- સપ્ટેમ્બર 2024, દીપિકા-રણવીર. ઉપરાંત, આ ફોટા પર બાળકોના કપડાં, પગરખાં, ફુગ્ગાઓ દર્શાવવામાં આવ્યા છે. જેઓ ખૂબ જ ક્યૂટ દેખાઈ રહ્યા છે.આ સાથે જ કેપ્શનમાં આભાર વ્યક્ત કરતી અને નજર ન લાગનારી ઈમોજી બનાવી છે.
સેલેબ્સે અભિનંદન પાઠવ્યા
દીપિકાની પ્રેગ્નેન્સીના સમાચાર સાંભળીને સેલેબ્સથી લઈને ફેન્સ સુધી દરેક ખુશીથી ભરાઈ ગયા છે. દરેક તેને ઘણી બધી શુભકામનાઓ આપી રહ્યા છે. વિક્રાંત મેસીએ લખ્યું- ઓએમજી… તમને બંનેને ઘણી બધી શુભેચ્છાઓ. કૃતિ સેનને લખ્યું- OMG, તમને બંનેને અભિનંદન. એક પ્રશંસકે લખ્યું- ખૂબ ખુશ, તમારું ધ્યાન રાખો.
આ સોશિયલ મીડિયા પોસ્ટથી સ્ટાર કપલે ઈશારામાં અભિનેત્રીની સપ્ટેમ્બર 2024માં ડિલીવરી ડેટ બતાવી દીધી છે. જો કે, કેપ્શનમાં સ્પષ્ટપણે કઈ પણ કહેવામાં આવ્યું નથી, જેના કારણે તેની પ્રેગ્નન્સીનો દાવો કરી શકાય નહીં. કારણ કે ઘણી વખત સેલેબ્સ માત્ર પબ્લિસિટી માટે આવું કરતા હોય છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube