મનોરંજન
Trending

દુઃખદ અવસાન : ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના ચાઈલ્ડ એક્ટર રાહુલ કોલીનું નિધન,ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

  • ઓસ્કારમાં ગુજરાતી ફિલ્મ છેલ્લો શો છવાય તે પૂર્વે બાળ કલાકારના જીવનનો છેલ્લો દિવસ આવી ગયો
  • બાળ કલાકાર રાહુલ રામુભાઈનું દુઃખદ અવસાન
  • બ્લડ કેન્સરથી પીડાતો હતો બાળ કલાકાર
  • જામનગરની જીજી અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર
  • જામનગરના બાળ કલાકારોએ છેલ્લો શો ફિલ્મમાં કરી છે કલાકારી
  • બાળ કલાકારના મૃત્યુના પગલે શોક છવાયો
  • છેલ્લો શો ફિલ્મમાં જામનગરના અન્ય બાળ કલાકારોએ આપ્યો છે અભિનય

મનોરંજનથી જોડાયેલા વધુ એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. થોડા સમય પહેલા ગુજરાતી ફિલ્મ છેલ્લો શો (Last Film Show) વર્ષ 2023ના ઓસ્કાર એવોર્ડ (Oscar Award) માટે ભારતની ફિલ્મ તરીકે નોમિનેશન થઇ હતી, જેનો એક બાળ કલાકારનું દુઃખદ અવસાન થયું છે. આ બાળ કલાકાર (Child Actor)નું નામ રાહુલ રામુભાઈ કોલી છે. મળી રહેલી માહિતી અનુસાર, રાહુલ છેલ્લા ઘણા સમયથી બ્લડ કેન્સરથી પીડાઇ રહ્યો હતો. હવે તેણે અંતિમ શ્વાસ લીધો છે.

rahul 1

તાવ અને ઉલટી બાદ નિધન

રાહુલ કોલીના પિતાએ કહ્યું કે, ‘તેણે રવિવારે નાસ્તો કર્યો હતો અને પછી તેને સતત તાવ આવતો હતો અને પછી તેણે ત્રણ વખત લોહીની ઉલટી કરી હતી, અને ત્યારબાદ તેણે તનો દેહત્યાગ કર્યો. રાહુલના જવાથી અમારું કુટુંબ તૂટી ગયું છે. પરંતુ અમે તેની ફિલ્મ ‘છેલ્લો શો’ જોઈશું જે તેમના ઔપચારિક અંતિમ સંસ્કાર પછી 14મી ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થશે.

ફિલ્મ ફેસ્ટિવલમાં કામના ખૂબ વખાણ થયા

રાહુલ માત્ર 15 વર્ષનો હતો અને તેની ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો આ વર્ષે 95માં એકેડેમી એવોર્ડમાં ગઈ છે. દરેક ફિલ્મ ફેસ્ટિવલમાં પાન નલિનની ફિલ્મ અને રાહુલ કોલીના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. ફિલ્મમાં રાહુલ અને ભાવિન ઉપરાંત રિચા મીના, ભાવેશ શ્રીમાળી, પરેશ મહેતા અને ટિયા સબેસચિયને મહત્વની ભૂમિકાઓ ભજવી છે.

chello show

ફિલ્મ રિલીઝ પહેલા જ દુનિયાને કહ્યું અલવિદા
રાહુલે માત્ર 10 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધું છે. 2 ઓક્ટોબરના રોજ રાહુલે લ્યુકેમિયાના કારણે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 14 ઓક્ટોબરે ફિલ્મની રિલીઝ પહેલા રાહુલના નિધનથી સૌ કોઇ દુઃખી છે.

છેલ્લો શો ફિલ્મમાં રાહુલ છે સહાયક બાળ કલાકાર
રાહુલ કોલીએ આ ફિલ્મમાં મનુનું પાત્ર ભજવ્યું છે, જે એક રેલવે સિગ્નલમેનનો પુત્ર છે અને લીડ રોલ ભજવી રહેલા સમયનો ખાસ દોસ્ત બન્યો હતો. ફિલ્મમાં 6 બાળ કલાકારો છે. ફિલ્મ નિર્માતા નલિને કહ્યું કે, રાહુલના નિધનથી ફિલ્મ સાથે જોડાયેલા દરેક સ્ટાફને દુઃખ થયું છે. તેમણે કહ્યું, “અમે પરિવાર સાથે છીએ… તેને બચાવી શકાયો નથી.”

ફિલ્મ દેશભરના 95 સિનેમાઘરોમાં રિલીઝ થશે
95મા ઓસ્કાર એવોર્ડ માટે ફિલ્મ છેલો શોની પસંદગી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓએ ખુશીથી તેને દેશભરના 95 સિનેમાઘરોમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મનું નિર્દેશન યુએસ સ્થિત ડાયરેક્ટર પાન નલિન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા તેમના જીવન પરથી પ્રેરિત છે.

હિન્દીમાં પણ આ ફિલ્મ થશે રિલીઝ
બરાબર 12 દિવસ પહેલા, આ ગુજરાતી ફિલ્મને 95મા એકેડેમી એવોર્ડ્સમાં ભારત વતી ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા મોકલવામાં આવી હતી. ‘છેલો શો’ યુએસ સ્થિત ડિરેક્ટર પાન નલિન ઉર્ફે નલિન પંડ્યાની અર્ધ-બાયોગ્રાફિકલ ફિલ્મ છે, જેમાં બાળપણથી લઈને અત્યાર સુધીની તેમની સફર બતાવવામાં આવી છે. તે 13 ઓક્ટોબરે થિયેટરોમાં ‘લાસ્ટ ફિલ્મ શો’ તરીકે હિન્દીમાં રિલીઝ થશે.

 

આ પણ વાંચો :-

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button