મનોરંજન
Trending

ગુજરાતની હજારો દીકરીઓના પાલક પિતા મહેશભાઈ સવાણી આવશે Indian Idol માં,જાણો ક્યારે એપિસોડ થશે પ્રસારણ

સુરત(Surat) : ગુજરાતનો ભાગ્યે જ કોઈક એવું એક ઘર બાકી નહિ હોય, જે સુરતના સમાજસેવક અને ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીને (Mahesh Savani) ઓળખતું ન હોય. સર્વ ધર્મ સર્વ સમાજની 5000 થી વધુ દીકરીઓના સમૂહ લગ્ન (Mass Marriage Surat) કરીને પાલક પિતાની ફરજ નિભાવનાર મહેશભાઈ સવાણી પોતાની લોક સેવાના ઉમદા સેવાકાર્યોને કારણે દેશભરમાં જાણીતા થયા છે.

ક્યારે એપિસોડ પ્રસારણ થશે ?

મહેશભાઈ સવાણી વધુ એકવાર વિશ્વ કક્ષાએ ચમકવા જઈ રહ્યા છે. વિશ્વવિખ્યાત ઇન્ડિયન મ્યુઝિક કોમ્પિટિશન એટલે કે ઈન્ડિયન આઈડલ(Indian Idol) માં સ્પેશિયલ એપિસોડમાં મહેશભાઈ સવાણી ની કામગીરીની નોંધ લેવામાં આવી રહી છે. આવતીકાલે 19 નવેમ્બરના રોજ પ્રસિદ્ધ થનારા સ્પેશિયલ એપિસોડ ‘ઇન્ડિયા કી ફરમાઈશ’માં અનાથ દીકરીઓના પપ્પા મહેશભાઈ સવાણી નો સ્પેશિયલ એપિસોડ રજુ થવા જઈ રહ્યો છે.

મહેશભાઈ સવાણી આવતીકાલે Indian Idol માં
મહેશભાઈ સવાણી આવતીકાલે Indian Idol માં..

 

ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ અનેક ફિલ્મ હસ્તીઓની વચ્ચે મહેશ સવાણી ને જાણીતો એવોર્ડ ‘નિશાન એ ખુરશીદ’ એનાયત કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન આઇડોલ માં કોણ જજ? 

વધુ માં જણાવીએ ઈન્ડિયન આઈડલ ની વાત કરવામાં આવે તો આ શોમાં જાણીતા સંગીત કલાકારો જજ બનતા હોય છે અને વિશ્વમાં સૌથી વધુ દર્શકો મેળવનાર આ શોમાં નેહા કક્કર વિશાલ દદલાણી, હિમેશ રેશમિયા, અનુ મલિક જેવા દિગ્ગજો જજ તરીકે સેવા આપતા હોય છે.

ક્યારે છે સમૂહલગ્ન ?

દર વર્ષની માફક આ વર્ષે પણ મહેશભાઈ સવાણી સુરતમાં 24મી 25મી ડિસેમ્બર ના રોજ દીકરી જગતજનની થીમ આધારિત સમૂહ લગ્ન કરાવવા જઈ રહ્યા છે. તે પહેલા ઈન્ડિયન આઈડલમાં મહેશ સવાણી નો સ્પેશિયલ એપિસોડ રજૂ થતા પીપી સવાણી પરિવારના આંગણે 5000 જેટલી દીકરીઓના પરિવારોમાં ખુશી નો માહોલ છવાઈ ગયો છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button