- તાપીમાં મીંઢોળા નદી ઉપરના હાઇ લેવલ બ્રીજ તૂટવા મામલો
- ઇજનેરને તત્કાલિક અસરથી ફરજમોકૂફી પર ઉતારવાના આદેશો
- એજન્સીને બ્લેક લીસ્ટમાં મૂકી નાણાંકીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરાશે
કલતક 24 ન્યૂઝ બ્યુરો/ગાંધીનગર: તાપી જિલ્લામાં મીંઢોળા નદી ઉપરના હાઇ લેવલ બ્રીજનો વચ્ચેનો એક સ્લેબ તૂટી પડવાની ઘટના અંગે કડક શિક્ષાત્મક કાર્યવાહીનો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય લીધો છે.કાર્યપાલક ઇજનેર-નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરને તત્કાલિક અસરથી ફરજ મોકૂફી પર ઉતારવાના આદેશો અપાયા છે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં મીંઢોળા નદી પરના હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ તૂટી જવાની ઘટના અંગે જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે.આ હાઈ લેવલ બ્રીજનો વચ્ચેનો સ્લેબ તા. ૧૪ જૂન-૨૦૨૩ બુધવારે સવારે તૂટી પડવાની ઘટનાને પગલે તાત્કાલિક તપાસ સોંપી હતી.
View this post on Instagram
આ તપાસના પ્રાથમિક અહેવાલમાં હાઇ લેવલ બ્રીજના બાંધકામ મટિરિયલની ગુણવત્તામાં ગંભીર ક્ષતિ હોવાનું જણાતા મુખ્યમંત્રીશ્રીએ જવાબદાર અધિકારીઓ સામે સખ્તાઈથી પેશ આવવાનો નિર્ણય કર્યો છે.તદ્દઅનુસાર, પૂલની બાંધકામ કામગીરી સાથે સંકળાયેલા કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર અને મદદનીશ ઇજનેરને તાત્કાલિક અસરથી ફરજમોકૂફી પર ઉતારવાના આદેશો કર્યા છે.
આ ઉપરાંત બાંધકામમાં કોન્ક્રીટની યોગ્ય ગુણવત્તા ન જાળવવા માટે આ પૂલના ઇજારદાર અક્ષય કન્સ્ટ્રકશન, સુરતને બ્લેક લિસ્ટમાં મૂકવાનો અને નાણાંકીય વસૂલાતની કાર્યવાહી હાથ ધરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ