September 8, 2024
KalTak 24 News
Gujarat

આવતીકાલે વડાપ્રધાન રાણીપમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી ઘાટલોડિયા ખાતે મતદાન કરશે, ગવર્નર આનંદીબેન પટેલ પણ મતદાન કરશે

PM narendra modi and HM Amit Shah tomorrow voting

Ahmedabad News: ગુજરાતમાં આવતીકાલે 25 બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનારી છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે મતદાન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આજે ગુજરાત આવી પહોંચશે અને આવતીકાલે પોતાના પોલિંગબુથમાં મતદાન કરવા માટે જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજ સાંજે ગુજરાત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રી રોકાણ રાજભવન ખાતે કરશે અને ત્યારબાદ આવતીકાલે સવારે તેઓ રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે નિશાન સ્કૂલ ખાતે પોલીસનું ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવે છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જેઓ ગાંધીનગર લોકસભાઓ સીટ ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ પણ પોતાનો મતદાન કરશે અમિત શાહ ઘાટલોડિયા ખાતે મતદાન કરશે. સાથે સાથે યુપીના ગવર્નર આનંદીબેન પટેલ પણ મતદાન માટે ગુજરાત આવશે અને મધ્યપ્રદેશના ગવર્નર મંગુભાઈ પણ મતદાન માટે આજે રાત્રે ગુજરાત આવશે.

Related posts

બ્રેકિંગ! ગુજરાત પોલીસના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક જથ્થો,ગાંધીધામમાં 80 કિલોથી વધુનું ડ્રગ્સ પકડાયું,વધુ તપાસ માટે ચક્રો ગતિમાન

KalTak24 News Team

નવરાત્રીમાં 12 વાગ્યા પછી પણ ખાણીપીણીની દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય: હર્ષ સંઘવી

KalTak24 News Team

સુરત/ દાનવીર કર્ણની ભૂમિ પર વધુ એક અંગદાન: સુરતના શાહ પરિવારે વ્હાલસોયા દીકરાના અંગોનું દાન કર્યું,આંખોમાં આસું સાથે આપી વિદાય;4 વ્યક્તિને મળશે નવજીવન,VIDEO

KalTak24 News Team