ગુજરાત
Trending

Organ Donation in Surat: સુરતમાં વધુ એક અંગદાન,રાંક પરિવારે મોભીનું લીવર,બંને કીડની અને ચક્ષુઓનું દાન કરી સમાજને ચિંધ્યો નવો રાહ

Another Organ Donation in Surat: ડાયમંડ સીટી,કાપડ હબ તરીકે ઓળખાતું સુરત હવે ઓર્ગન ડોનેશન(Organ Donation) શહેર તરીકે ઓળખવા લાગ્યું છે.ત્યારે સુરતમાં ગઈકાલે વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે.જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ(Jeevandeep Organ Donation Foundation) દ્વારા કાલે ચોથું અંગદાન કરવામાં આવ્યું છે. પટેલ સમાજના રાંક પરિવાર(Rank Parivar)ના મોભીનું કાલે બને કીડની અને ચક્ષુઓનું દાન કરી સમાજને એક નવી રાહ ચિંધવામાં આવી છે.

another organ donation in surat bhimani family donating both kidneys and eyes of old man 4

મળતી માહિતી અનુસાર, મૂળ અમરેલીના બગસરા તાલુકાના નાના વાઘણીયા ગામના વતની અને હાલ સુરતના વરાછા સ્થિત યોગેશ્વર સોસાયટીમાં રહેતા મધુભાઈ ભીમજીભાઈ રાંક (ઉ.વર્ષ-69) હાલ નિવૃત્ત છે. તેઓના સંતાનમાં ત્રણ દીકરાઓ છે આશરે છ દિવસ અગાઉ મધુભાઈ રાત્રે 2 વાગ્યે વોશરૂમ માટે ઉભા થવાની સાથેજ પોતાના ખાટલા પાસે ઢળી પડ્યા હતા, જે તુરંત થોડીવારમાં સારું થઈ જતા તેઓ પોતાના રૂટિન લાઈફ મુજબ રહેવા લાગ્યા હતા.

another organ donation in surat bhimani family donating both kidneys and eyes of old man 6

તેના બે દિવસ પછી અચાનક સાંજે 5.30 કલાકે ઘરના સભ્યો જોડે બેઠા હતા ત્યારે તેમની આંખો ઘેરાતી હતી એવું જણાતા , દીકરા ધર્મેશભાઈ એ એમને આરામ કરવા જણાવ્યું હતું, જેઓ પોતાના બેડમાં નસખોરા બોલતા હોઈ એ મુજબ ઊંઘતા હતા. તેઓને રૂટિન જમવાના સમયે 8.30 વાગ્યે રાત્રે જગાડવા છતાંય જાગતા નહોતા,તો તેઓએ સૌ પ્રથમ બાજુમાં રહેતા ડૉ. મહેન્દ્રભાઈ સુદાણી નો સંપર્ક કર્યો હતો.

તેઓએ દર્દીને તપાસ કરતા હાલત ખુબજ ગંભીર જણાવી હતી.તેઓના ફેમેલી કાર્ડિયોલોજીસ્ટ ડૉ. હસમુખ ડોબરીયા સાહેબ ની સલાહ મુજબ તેઓની વધુ સારવાર માટે પી.પી. સવાણી હોસ્પીટલ(P.P.Savani Hospital) લઈ જવામાં આવ્યા હતા.ત્યાં ડૉ. નિરવભાઈ ગોંડલીયા (MD-ઇન્ટેસિવિસ્ટ) એ સારવાર આપવાની શરૂ કરી હતી, ત્યારબાદ તેઓને બ્રેઇન માટે ન્યુરો સર્જન ડોકટરની સલાહ જરૂરી જણાતા ડૉ. હસમુખ સોજીત્રા સાહેબનો સંપર્ક કર્યો હતો.. અને તેઓ દ્વારા જરૂરી તમામ રિપોર્ટ કરવા માટે સલાહ આપવામાં આવી હતી. જેઓના તમામ રિપોર્ટ આવતા ડૉ. નીરવ ગોંડલીયા (ઇન્ટેસીવિસ્ટ), ડો. હસમુખ સોજીત્રા (ન્યુરોસર્જન), ડૉ. નીરવ સુતરિયા (ન્યુરોફીઝીશ્યન) દ્વારા તેઓને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

another organ donation in surat bhimani family donating both kidneys and eyes of old man 5

મધુભાઈ ભીમજીભાઈ રાંકના પરિવારજનોને આ અંગે સમાચાર મળતા તેમના ત્રણેય દીકરા પ્રફુલભાઈ રાંક, ધર્મેશભાઈ રાંક, સંજયભાઈ રાંક અને તેમની પત્ની કંચનબેન મધુભાઈ રાંક દ્વારા અંગદાન અંગે સંકલ્પ કરવામાં આવ્યો હતો.પરિવાર દ્વારા પરિચિત ડૉ. હસમુખભાઈ સોજીત્રાના માધ્યમથી જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિપુલભાઈ તળાવીયા નો સંપર્ક કરવામાં આવ્યો હતો, જ્યાં વિપુલભાઈ તળાવીયા અને ડો. નિલેશભાઈ કાછડીયા દ્વારા તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને સમગ્ર પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી.

શરીર બળીને પંચમહાભૂતમાં વિલીન થઈ જવાનું છે, ત્યારે તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોઈ તો આપ આગળ વધો આ પ્રક્રિયા માટે. પરિવારના લોકોની સંમતી મળતા સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ(સોટો) નો સંપર્ક કરી કીડની અને લીવર દાન માટે જણાવ્યું હતું. લીવર, કિડની અને ચક્ષુદાન નો નિર્ણય લેવાયો હતો.

another organ donation in surat bhimani family donating both kidneys and eyes of old man 3

ગુજરાત સરકારની સોટો સંસ્થા ના કન્વીનર ડો. પ્રાંજલ મોદી, પ્રિયાબેન શાહ તથા સોટો ટીમ દ્વારા જરૂરી સલાહ સૂચન આપવામાં આવી હતી અને પી.પી.સવાણી હોસ્પિટલ માંથી સોટો માં રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ કરાવવામાં આવી હતી અને આ કાર્યમાં સોટોનો ઉમદા સહયોગ પ્રાપ્ત થયો હતો.

સંસ્થા દ્વારા અંગદાન કરવા માટે જે પ્રયત્ન કરવામાં આવ્યા છે તે પ્રેરણાની પાછળ શ્રી દિલીપદાદા દેશમુખજી નું જરૂરી માર્ગદર્શન તેમજ વલ્લભભાઈ સવાણી ની ઉપસ્થિત અને હુંફબળ અમારી સંસ્થાને પૂરું પાડ્યું હતું.સોટો ગુજરાત દ્વારા લીવર અને બન્ને કિડનીનું એલોકેશન કરવામાં આવ્યું હતું. બંને આંખનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુ બેંક ના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું.

અંગદાન કરવાની સમગ્ર પ્રકિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર- પી.એમ.ગોંડલિયા, વિપુલ તળાવીયા, ડૉ. અનિલભાઈ તંતી, ડૉ. કેતનભાઈ કાનાણી, ડૉ. જાનકી કાકડીયા, ડૉ. વિજય માલાણી, ડૉ. શિવાની ડાંખરા, ડૉ. દેવ હડિયા, ડૉ. મનસુખ કલસરિયા, ડૉ. મયુર રાઠોડ, સંજય તળાવીયા, બીપીન તળાવીયા, જસ્વિન કુંજડીયા, નીતિનભાઈ ધામેલીયા, હાર્દિક ખીચડીયા, હર્ષ પાઠક, સતિષ ભંડેરી, અલ્પેશ દુધાત , પિયુષ વાડદોરીયા અને સમગ્ર પી.પી.સવાણી હોસ્પિટલ સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું.

another organ donation in surat bhimani family donating both kidneys and eyes of old man 1

ઓર્ગન ડોનેશન સમય સર પહોંચી શકે તેવા ઉમદા હેતુથી ગણતરીની મીનીટોમાં પી પી સવાણી હોસ્પીટલ થી સુરત ઍરપોર્ટ સુધીનો સમગ્ર ગ્રીનકોરીડોર માટે સુરત, ગુજરાત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ગ્રીન કોરીડોરની સજ્જડ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.

another organ donation in surat bhimani family donating both kidneys and eyes of old man 2

પી.એમ.ગોંડલિયા અને વિપુલ તળાવીયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે , અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ,ઈલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશ્યિલ મીડિયાનો ખુબજ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે જેથી ચોથીવાર સંસ્થાના માધ્યમથી ઓર્ગન ડોનેશન કરાવવામાં આવ્યું હતું.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button