April 8, 2025
KalTak 24 News
Gujarat

અમરેલી/ લાલાવદરમાં કુવામાંથી ત્રણનો મૃતદેહ મળ્યો,પતિ-પત્ની અને બહેનનો મૃતદેહ કુવામાંથી મળતા ખળભળાટ,પોલીસ તપાસમાં લાગી,જાણો એક ક્લિક પર

Amreli News

Amreli News: અમરેલી જિલ્લામાં લાલાવદરમાં એક વાડીના કુવામાંથી ત્રણ મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.અમરેલી નજીક આવેલા લાલવદર ગામના કુવામાંથી બે મહિલા અને એક પુરુષનો મતૃદેહ મળી આવ્યો હતો.  બનાવ અંગે ફાયર વિભાગની ટીમ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ દ્વારા કુવામાંથી પતિ-પત્ની અને પતિની બહેનનો મૃતદેહ બહાર કાઢ્યો છે. મૃતદેહોને પીએમ અર્થે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમરેલી તાલુકાના લાલાવદરમાં દકુભાઈ ધાનાણીની વાડી આવેલી છે. જ્યાં પતિ-પત્ની અને પતિની બહેન ત્રણેય પરપ્રાંતિય ખેત મજૂર તરીકે કામ કરી રહ્યાં હતા. જે દરમિયાન ખેત મજૂરી કરનારાઆ ત્રણેયનો મૃતદેહ વાડીમાં આવેલા કુવામાંથી મળ્યો હતો. કુવામાં મૃતદેહ હોવાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બનાવ અંગે પોલીસ તથા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.

મૃતદેહો મળ્યા હોવાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. કુવામાંથી પતિ-પત્ની અને પતિની બહેનનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આ ત્રણેયે બે દિવસ પહેલા કુવામાં ઝંપલાવ્યું હતું. કુવામાં ઝંપલાવવા પાછળનું કારણ અકબંધ છે.

બનાવ અંગેની જાણ થતાં અમરેલી જિલ્લા સાંસદ નારણ કાછડીયા પણ પહોંચ્યા હતા.સાંસદ સહિતના લોકો કુવામાંથી મૃતદેહને બહાર કાઢવા કામે લાગ્યા હતા.  વાડીમાં રહેતા અને મજુરી કામ કરતા મુકેશભાઈ અંતુરભાઈ  દેવરખીયા, ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા તથા જાનુબેન અંતુરભાઈ દેવરખીયા નામની બે મહિલા સહિત 3 પરપ્રાંતિય વ્યક્તિની વાડીના કુવામાંથી લાશ મળી આવી હતી. 

બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર, આ ત્રણેયે બે દિવસ પહેલા કુવામાં ઝંપલાવ્યું હતું. કુવામાં ઝંપલાવવા પાછળનું કારણ અકબંધ છે. પોલીસે એ કારણ જાણવા સહિતની વિગતો મેળવા તજવીજ હાથ ધરી છે.

શું કહે છે SP?
આ અંગે અમરેલી જિલ્લા પોલીસવડા હિમકરસિંહે જણાવ્યું હતું કે લાલાવદર ગામની સીમમાં કૂવામાંથી મળી આવેલા મૃતદેહ અંગે હાલમાં તપાસ ચાલી રહી છે. પરિવારે આત્મહત્યા કરી છે કે કેમ અને આત્મહત્યા કરી છે તો કયાં કારણોસર કરી છે એની તપાસ હાલમાં ચાલી રહી છે. ત્રણેય મૃતકો પરપ્રાંતીય છે. ત્રણેય મૃતકનાં ભાવનગર ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાશે, ત્યાર બાદ મોતનું કારણ જાણી શકાશે.

મને વાસ આવતાં મેં કૂવામાં જોયું: વાડીમાલિક
વાડીમાલિક અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે હું વાડીએ આવ્યો ત્યારે મને વાસ આવતાં મેં કૂવામાં જોયું તો મૃતદેહ હતા. ત્યાર બાદ મેં સરપંચ અને તંત્રને જાણ કરી હતી. મેં ક્યારેય તેમને અંદરોઅંદર ઝઘડતાં જોયાં નથી, તેમની કોઈ માથાકૂટ પણ નહોતી.

મૃતકોનાં નામ

  • મુકેશભાઈ અંતુરભાઈ દેવરખિયા
  • ભૂરીબેન મુકેશભાઈ દેવરખિયા
  • જાનુબેન અંતુરભાઈ દેવરખિયા

 

 

 

Related posts

સુરત: જહાંગીરપુરામાં એક જ પરિવારના 4 સભ્યોના મૃતદેહો ઘરમાંથી મળી આવ્યા,4 લોકો સવારે જાગ્યા જ નહીં, કારણ અકબંધ

KalTak24 News Team

અમરેલી માં અવિરત મેઘમહેર,અનેક સ્થાનિક નદીઓ બે કાંઠે વહેવા ને કારણે વાહનવ્યવહાર ખોરવાયો

KalTak24 News Team

દાહોદના શિક્ષકની એક સોશ્યિલ પોસ્ટથી સરકારી શાળાના બાળકોને મળતા થયા ફ્રૂટ,જાણો શું કહ્યું સેવાભાવી શિક્ષકે?

Sanskar Sojitra
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં