અંબાજી: શક્તિ,ભક્તિ અને અસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી(Ambaji) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં ભાજપને 150 નો આંકડો પાર કર્યો છે. આઝાદી બાદ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી(BJP)ને 156 સીટો મળતા ગુજરાત વિજયોત્સવ મનાવી રહ્યું છે. પાટીદાર અનામત આંદોલનથી નેતા બનેલા હાર્દિક પટેલ(Hardik Patel) પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને વિરમગામથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો 50 હજાર કરતાં વધુ વોટોથી વિજય થયા છે.
પાલનપુરના ધારાસભ્ય પણ અંબાજી માતાના દર્શને પહોંચ્યા
ત્યારે વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ હાર્દિક પટેલ આજે બપોરે અંબાજી મંદિર ખાતે આવીને મા અંબાના દર્શન કર્યા હતા. આજે અંબાજી મંદિર ખાતે પણ પાલનપુરના જીતેલા ભાજપના ધારાસભ્ય અનિકેત ઠાકર પણ આવ્યા હતા તેમને પણ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી.
ચૂંટણીના થોડા મહિના પહેલા જ ભાજપમાં જોડાયા હતા હાર્દિક પટેલ
ખાસ વાત છે કે, પાટીદાર અનામત આંદોલનથી સમગ્ર ગુજરાતમાં જાણીતા બનેલા હાર્દિક પટેલ પહેલા કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. થોડા મહિના અગાઉ તેમને કોંગ્રેસથી છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા તેમણે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરમગામ સીટ પરથી ટિકિટ આપવામાં આવી હતી, જેમાં તેમનો ભવ્ય વિજય થયો હતો. વિજય થયા બાદ તેઓ અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા.
અંબા માની પૂજન-અર્ચન કરી આશીર્વાદ લીધા
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને માતાજીના ગર્ભગૃહમાં જઈને માતાજીની પૂજા અર્ચના કરી હતી અને કપૂર આરતી કરી હતી. અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા તેમને પૂજા કરાવવામાં આવી હતી. ત્યારબાદ તેમને માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા અને રક્ષા કવચ બંધાવ્યુ હતું. અંબાજી મંદિરમાં તેમણે સિદ્ધિવિનાયક મંદિરના,અંબિકેશ્વર મહાદેવના અને ભૈરવજીના દર્શન કર્યા હતા. હાર્દિક પટેલ અંબાજી માતાજીના બહુ મોટા ભક્ત છે અને માતાજીના દર્શન કરવા તેઓ અવારનવાર આવતા રહે છે.
મંત્રી બનવાની વાત પર શું કહ્યું?
હાર્દિક પટેલે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, મા પાસે માગવાનું ના હોય આશીર્વાદ લેવાના હોય. માગેલું એકવાર મળે પરંતુ આશીર્વાદ આજીવન રહે છે. પાર્ટી દ્વારા તેમને મંત્રી પદ અપાશે કે કેમ તેના પર હાર્દિકે કહ્યું કે, જે જવાબદારી પાર્ટી નક્કી કરીને સોંપશે તે સ્વીકારીશું. ધારાસભ્ય હોય કે મંત્રી તમામ જવાબદારી પુરી નિષ્ઠાથી નીભાવીશું.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp