ગુજરાત
Trending

“હેલ્લો વિધાયકજી, તમે જીતના હકદાર હતા…” રવિન્દ્ર જાડેજાની ટ્વીટ થઈ રહી છે વાયરલ,જુઓ વાયરલ ટ્વીટ

જામનગર(Jamnagar): ગુજરાત વિધાનસભા ઈલેક્શન 2022માં જામનગર નોર્થની બેઠક પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા(Ravindra jadeja)ની વાઈફ રીવાબા જાડેજા(Rivaba Jadeja) પોતાના પ્રથમ પ્રયાસમાં જ જીત મેળવવામાં સફળ રહ્યા છે. રીવાબા માત્ર જીતી જ નથી પરંતુ વિરોધીઓને 50 હજારના જંગી માર્જિનથી માત આપવામાં પણ સફળ રહ્યા છે. આ જીત બાદ રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા(Social media)માં એક ફોટો શેર કર્યો છે.

જાડેજાએ ફોટો પોસ્ટ કરીને લખ્યું કે, “હેલ્લો વિધાયકજી. તમે આ જીતના હકદાર છો. જામનગરની જનતા જીતી ગઈ છે. હું હ્રદયપૂર્વક તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું. આશા છે કે જામનગરના કામો ખૂબ સારા થશે. જય માતાજી.”

રીવાબાની જંગી જીત મેળવી
ઉલ્લેખનીય છે કે, રીવાબાએ તેમના નજીકના હરીફ આમ આદમી પાર્ટીના કરશનભાઈને 50 હજારથી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા. તેમને કુલ 84,336 મત મળ્યા, જ્યારે કરશનભાઈને 33,880 મત મળ્યા. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજા ત્રીજા ક્રમે છે, જેમને 22,822 મત મળ્યા હતા.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button