Gadhinagar: ગાંધીનગરમાં વહેલી સવારે એક ગોઝારો અકસ્માત થયો છે. ચ-6 સર્કલ પાસે બસ- સ્કૂલવાન વચ્ચે ટક્કર થતાં સ્કૂલવાન પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 10 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે 1 બાળકની હાલત ગંભીર જણાઈ રહી છે. સ્કૂલવાન કેન્દ્રિય સ્કૂલની હોવાનું મનાઈ રહ્યું છે. અકસ્માત થતા જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યાં હતા અને બાળક તથા ડ્રાઈવરને ગાડીમાંથી નીકાળી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
સ્કૂલ વાનમાં 10 વિદ્યાર્થીઓ સવાર હતા
ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે આજે વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલ વાન પલટી ગઈ હતી. વાનમાં 10 જેટલા બાળકો હતા, જેમને લઈને આ વાન સ્કૂલે જઈ રહી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે વાનનું પડીકું વળી ગયું હતું. ઘટનાને પગલે આસપાસથી સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસ તથા એમ્બ્યૂલન્સને જાણ કરવામાં આવી હતી.
જુઓ વિડિયો :
પૂરપાટ ઝડપથી જતી બસ સામે એકાએક ગાડી સામે આવી
ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સર્કલ પાસેથી પૂરપાટ ઝડપથી પસાર થતી બસની સામે અચાનકથી સ્કૂલવાન આવી ગઈ હતી. ટક્કર થતાં જ સ્કૂલવાન પલટી ગઈ હતી. બસના ડ્રાઈવરે પણ નીચે ઉતરી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યાં હતાં.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડાયા
હાલમાં આ સ્કૂલ વાન કેવી રીતે પલટી મારી ગઈ તે પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. પરંતુ વાનની હાલત જોતા અકસ્માત ખૂબ જ ગંભીર લાગી રહ્યો છે. અકસ્માતને પગલે બાળકોના વાલીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલમાં એક વિદ્યાર્થીને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે.
ઘટનાની જાણ થતા વાલીઓ હોસ્પિટલ દોડી આવ્યાં
ઈજાગ્રસ્ત બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. જેમાં 1ની હાલ અતિગંભીર હોવાનું મનાય છે. આ ઘટનાની જાણ વાલીઓને કરાતા તેઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં.
બસ ડ્રાઈવરની ધરપકડ કરાઈ
આ અકસ્માતના પગલે સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને બાળકોને ઈજાગ્રસ્ત હાલતમાં બસમાંથી બહાર કાઢ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં વાલીઓ પણ સિવિલ દોડી આવ્યા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્ત બાળકોની સારવાર ચાલી રહી છે. આ બાળકો સેકટર – 23 કેન્દ્રીય વિદ્યાલયનાં બાળકો છે અને બસના ડ્રાઇવરની ધરપકડ કરી લઈ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp