
- TMKOC સેટ પર ચંપક ચાચા થયા ઈજાગ્રસ્ત
- એક સીનમાં દોડતા સમયે ઈજા પહોચી હતી
- ડોકરોએ તેમને બેડરેસ્ટ કરવાનું સુચન કર્યું
ટેલિવીઝન ની દુનિયાના સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા(TMKOC)ના સેટ પરથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, શોના સેટ પર છે. જેમાં આ સીરિયલમાં ચંપક કાકાનું પાત્ર ભજવનાર અમિત ભટ્ટ(Amit Bhatt) અકસ્માતનો શિકાર બન્યા છે. અમિતને શૂટિંગ દરમિયાન ઈજા થઈ હતી અને ડૉક્ટરોએ તેમને બેડ રેસ્ટની સલાહ આપી છે. હાલમાં તેઓ આ શોનું શૂટિંગ કરી રહ્યા નથી.
દોડતા દોડતા ચંપકલાલ કાકા પડી ગયા
જો રિપોર્ટ્સનું માનીએ તો અમિત ભટ્ટ સિરિયલ તારક મહેતાના એક સીન માટે દોડવા ગયા હતા.અને દોડતી વખતે તેમણે બેલેન્સ ગુમાવ્યું અને નીચે પડી ગયા. જેના કારણે તેમને ઘણી ઈજા થઈ હતી. અકસ્માત બાદ તરત જ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમની સારવાર કર્યા બાદ ડોક્ટરોએ તેમને બેડ રેસ્ટ લેવાની સલાહ આપી. એટલું જ નહીં શોના મેકર્સે પણ અમિત ભટ્ટને ભટ્ટ ને થોડા દિવસ આરામ કરવાની સલાહ પણ આપી છે. તે જ સમયે, સિરિયલની સ્ટારકાસ્ટ પણ અમિતના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહી છે.
આ શોને 14 વર્ષ પૂરા થયા
તારક મહેતા શોની વાત કરીએ તો આ ટીવી સૌથી લાંબો ચાલનાર શો બની ગયો છે. શો માટે ચાહકોનો ક્રેઝ સાતમા આસમાને છે. દર્શકો દરેક પાત્રને પૂરો પ્રેમ આપે છે. આ શોમાં અમિત ભટ્ટનું ચંપક ચાચાનું પાત્ર પણ ચાહકોનું ફેવરિટ છે. શોમાં ચંપક ચાચા અને જેઠાલાલની બોન્ડિંગ દરેકને પસંદ આવી છે. આ સિરિયલ દરેક ઘરમાં ફેમસ છે. લોકો તેના પાત્રને ખૂબ પસંદ કરે છે. બાય ધ વે, સૌથી પ્રખ્યાત પાત્ર જેઠાલાલ છે, જે દિલીપ જોશી ભજવી રહ્યા છે. જણાવી દઈએ કે દિલીપ શરૂઆતથી જ આ શો સાથે જોડાયેલા છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ તાજેતરમાં 14 વર્ષની લાંબી સફર પૂર્ણ કરી છે. આ ખાસ અવસર પર સમગ્ર ટીમે કેક કાપીને ધામધૂમથી ઉજવણી કરી હતી.
અત્રે નોંધનીય છે કે, સીરિયલમાં અમિત ભટ્ટ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીના પિતાનું પાત્ર ભજવી રહ્યા છે. શોમાં ઘણીવાર પિતા અને પુત્ર વચ્ચે ઝઘડો થાય છે. ચંપકલાલની વહુ દયાબેન એટલે કે દિશા વાકાણી ઘણા સમયથી શોમાંથી ગાયબ છે. મેકર્સ તેમને પરત લાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જો દિશા જલ્દી પરત નહીં ફરે તો તેને રિપ્લેસ કરવામાં આવશે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp