Salangpur Temple at Botad: બોટાદના સાળંગપુર મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિર પરિસર તેમજ મંદિરની બહાર સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતુ,આ સ્વચ્છતા અભિયાનમાં પૂજારી ડી.કે.સ્વામી તેમજ સ્વયંસેવકો હાજર રહ્યાં હતા.મંદિર ખૂબ મોટું હોવાથી વહેલી સવારથી સફાઈ અભિયાન હાથ ધરાયું હતુ,પહેલા મંદિરની અંદરનું પરિસર અને ત્યારબાદ મંદિરની બહારના પરિસરની સફાઈ કરાઈ હતી.
સ્વચ્છતા અભિયાન
દેશમાં અત્યારે સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ની જન્મ જયંતી નિમિત્તે તેમજ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે શા સ્વામી હરિપ્રકાશદાસજી એવમ કોઠારી સ્વામી વિવેકસાગર દાસજી ના માર્ગદર્શન વિશ્વવિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે સંતો અને ભક્તો દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે સાળંગપુર મંદિર વિશાળ મંદિર છે અને રોજના હજારો ભકતો દાદાના દર્શન કરવામાં આવતા હોય છે,મંદિરમાં સફાઈ કર્મીઓ દ્રારા તો રોજ મંદિર પરિસરને સ્વચ્છ રાખવામાં આવે છે.સંતો અને ભક્તો દ્વારા મંદિર પરિસર અને સાળંગપુર ગામમાં સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યમાં હનુમાનજી મંદિર ક્લીનીંગ સ્ટાફ તેમજ કારચર ક્લીનિંગ સોલ્યુશન નો સ્ટાફ પણ સાથે રહ્યો હતો અને કામગીરી કરી હતી.આજે મંદિર પરિસર તેમજ મંદિરના બહારના ભાગમાં પણ સફાઈ કરવામાં આવી હતી તેમજ જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube