September 20, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ સિંગણપોર વિસ્તારમાં MLA વિનોદભાઈ મોરડીયાના કાર્યાલયમાં લાગી આગ, ફર્નીચર અને કોમ્પ્યુટર સહિતની સામગ્રી થઈ ખાક

Surat MLA Office

Surat News: સુરતના સિંગણપોર વિસ્તારમાં ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયાના કાર્યાલયમાં એસીમાં શોર્ટ સર્કીટ બાદ આગ લાગી હતી. આગ વિકરાળ બનતા બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગના કારણે ફર્નીચર, કોમ્પ્યુટર સહિતનો સમાન બળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.

Surat : Fire Engulfs BJP MLA's Election Office in Katargam Constituency

સુરતના સિંગણપોર હેલ્થ સેન્ટર પાસે ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયાનું કાર્યાલય આવેલું છે. આજે સવારે કર્મચારીઓ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને એસી શરુ કરતા શોર્ટ સર્કીટ થયા બાદ આગ લાગી હતી. આગ વિકરાળ બનતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બીજી તરફ આગને લઈને ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ ઓફિસમાં રાખેલા કોમ્પ્યુટર અન્ય એસી તેમજ જરૂરી દસ્તાવેજો પણ સળગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ધારાસભ્યની ઓફિસમાં આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ પણ સતત થઈ ગયું હતું. સિંગણપુર ચાર રસ્તા ઉપર જ ઘટના બનતા આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.

સબ ફાયર ઓફિસર રમેશ સેલરે જણાવ્યું હતું કે, સિંગણપોર હેલ્થ સેન્ટર પાસે કંકાવટી કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલી ઓફિસમાં જ્યારે કર્મચારીઓ દ્વારા ઓફિસ ખોલીને એસીની સ્પીચ ઓન કરી હતી, ત્યારે એકાએક જ એસીમાં ધડાકો થતાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોત જોતામાં સર્કિટ થયું અને તેના કારણે આખી ઓફિસ લપેટમાં આવી ગઈ હતી. કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. કતારગામ, ડભોલી અને મોગલી સરાઈ ફાયર સ્ટેશનની ગાડીઓ આગ બુજાવવા માટે રવાના થઈ હતી. જોકે સર્કિટ થતા જ કર્મચારીઓ બહાર આવી ગયા હતા. જેને કારણે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઓફિસમાં રહેલા મહત્વના દસ્તાવેજો સહિત ફર્નિચર કોમ્પ્યુટર અને એસી બળીને ખાક થઈ ગયું છે. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

 

 

Group 69

 

 

Related posts

કોંગ્રેસને મોટો ઝટકોઃરાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરનું કોંગ્રેસમાંથી રાજીનામું,આવતીકાલે ભાજપમાં જોડાશે

KalTak24 News Team

BREAKING NEWS: સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી. વઘાસિયાનું અકસ્માતમાં નિધન

KalTak24 News Team

દક્ષેશ માવાણી બન્યા સુરતના નવા મેયર,જાણો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોને બનાવાયા ?

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી