May 20, 2024
KalTak 24 News
Gujarat

BREAKING NEWS: સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ કૃષિ મંત્રી વી.વી. વઘાસિયાનું અકસ્માતમાં નિધન

વી.વી.વઘાસીયા (ફાઈલ તસવીર)

VV Vaghasiya Died Accident : અમરેલીથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેને કારણે રાજકીય બેડામાં પણ ચકચાર મચી ગઈ છે. જો વાત કરવામાં આવે તો અમરેલી (Amreli) જિલ્લાના ભાજપ (BJP)ના સિનિયર નેતા અને રાજ્ય સરકારના પૂર્વ કૃષિ મંત્રી વી.વી. વઘાસીયા (vv vaghasiya death)નું અકસ્માત (Accident)માં નિધન થયાના સમાચાર સામે આવ્યા છે.

સાવરકુંડલાના શેલણા વંડા વચ્ચે કાર અને JCB સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા પૂર્વ કૃષિ મંત્રી વી.વી વઘાસીયાને પ્રથમ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા લોહીલુહાણ હાલતમાં સાવરકુંડલા હોસ્પિટલમાં પહોંચાડતા ફરજ પરના ડોક્ટર દ્વારા પૂર્વ કૃષિ મંત્રી વી.વી. વઘાસીયાને મૃત જાહેર કરવામાં આવતા હોસ્પિટલમાં ભાજપના કાર્યકરો હોદેદારો સહિતના લોકો મોટી સંખ્યામાં અગ્રણીઓ દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં શોકમય માહોલ સર્જાય ગયો હતો. બનાવને લઇને સાવરકુંડલા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઇ છે અને અકસ્માતને લઇ તપાસ હાથ ધરવામાં આવી છે.

અકસ્માત બાદ લોકો પણ સ્થળ પર મદદે પહોંચી ગયા હતા. જોકે તેમને બચાવી શકાયા ન હતા. ગંભીર ઈજાઓને પગલે તેમને સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા પરંતુ ત્યાં તેમનું નિધન થયાના સમાચાર સામે આવ્યા હતા. ભાજપના કાર્યકરો પણ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પોલીસે તેમની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

પૂર્વ પૂર્વી કૃષિમંત્રી વી.વી.વઘાસિયા ના નિધનના પગલે વિધાનસભાના ઉપદંડક કૈશિક વેકરીયા, ધારાસભ્ય મહશ કસવાળા અને ભાજપના નેતાઓ હોસ્પિટલ પહોંચ્યા છે.

કોણ છે વી.વી.વઘાસીયા

સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય વલ્લભભાઇ વશરામભાઇ વઘાસિયાએ અમદાવાદની આંબેડકર ઓપન યુનિવર્સીટીમાંથી એફવાય, બી.એ. સુધી અભ્યાસ કર્યો છે. તેઓ લેઉવા પટેલ જ્ઞાતિમાંથી આવે છે અને સાવરકુંડલા-લીલીયા વિસ્તાર લેઉવા પટેલ સમાજની વધુ વસતીવાળો વિસ્તાર છે. તેમણે નાના પાયે કાર્યકર તરીકેની કારકિર્દી પણ આ વિસ્તારમાંથી જ શરૂ કરી હતી. ભારતીય જનતા પાર્ટીમાંથી જીલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચુંટાયા હતાં. જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ પણ બન્યા હતાં.

પરશોત્તમભાઈ રૂપાલાએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું

વી.વી. વઘાસિયાના નિધન પર રાજ્યસભાના સાંસદ અને ભાજપના સિનિયર નેતા પરશોત્તમભાઈ રૂપાલાએ ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે, સાવરકુંડલા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી શ્રી વી.વી. વઘાસિયાના અવસાનથી દુ:ખની લાગણી અનુભવું છું. ઈશ્વર તેમની આત્માને શાંતિ અર્પે તેમજ પરિવારને દુઃખ સહન કરવાની હિંમત આપે તેવી પ્રાર્થના. ઓમ્ શાંતિ!

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્ય કક્ષાના કૃષિમંત્રી તરીકે પણ સરકાર દ્વારા જવાબદારી સોંપવામાં આવી હતી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં કામગીરી વર્ષો સુધી કરી ચુક્યા છે. આજે અકસ્માતમાં મોત થતા સાવરકુંડલા લીલીયા વિસ્તારમાં ભારે શોકનો માહોલ સર્જાય ગયો હતો.

 

 

કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related posts

સુરત/ AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા કેસરિયો કરશે,ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં ભાજપમાં જોડાશે, પત્રિકા થઈ ફરતી

KalTak24 News Team

ગાંધીનગર બીજ નિગમની કચેરી બહાર ફાયરિંગથી ખળભળાટ, એકનું મોત

KalTak24 News Team

અમરેલીમાં પતિના અવસાન બાદ બીજા લગ્ન કરનારી મહિલાને પિલર સાથે બાંધીને બેરહેમીથી ફટકારી,બે લોકોની ધરપકડ

KalTak24 News Team