September 21, 2024
KalTak 24 News
Lifestyle

આ રીતે સ્કિન અને વાળને નુકસાન પહોંચાડે છે હોળીના રંગો, જાણો તમે કેવી રીત બચી શકો છો; શું કહે છે એક્સપર્ટ?

Holi

How To Protect Skin Hair From Holi Colors: નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધા આતુરતાથી હોળીના પર્વની રાહ જોઈ રહ્યા છે. આગામી 24 માર્ચે હોળી અને 25 માર્ચે ધૂળેટીની ઉજવણી કરવામાં આવનાર છે. ધૂળેટીના દિવસે રંગોથી રમવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને રંગો લગાવીને પોતાની ખુશી અને પ્રેમ વ્યક્ત કરે છે.

ઘણી વખત કેટલાક રંગો ત્વચા અને વાળ માટે હાનિકારક હોય છે. કારણ કે, માર્કેટમાં મળતા રંગોમાં ઘણા હાનિકારક રસાયણો હોય છે. જે શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, હોળીના દિવસે આ રંગો શરીરને કેવી રીતે અસર કરે છે અને તમે આ નુકસાનથી કેવી રીતે બચી શકીએ છીએ. જાણો સમગ્ર વિગતો..
holi-2024-this-is-how-holi-colors-harm-skin-and-hair-know-what-experts-says-article-in-gujarati-300809

સ્કિનને નુકસાન

હોળીના રંગોમાં કેટલાક એવા હાનિકારક રસાયણો હોય છે, જે સ્કિનના ઉપરના સ્તરને નુકસાન પહોંચાડી શકે છે. આ રસાયણોથી એલર્જી, શુષ્કતા, ખંજવાળ અને ક્યારેક ફોલ્લીઓ પણ થઈ શકે છે. એક્સપર્ટ્સનું કહવું છે કે, સિન્થેટિક રંગોની જગ્યાએ નેચરલ અથવા હર્બલ રંગોનો ઉપયોગ કરવો જોઈએ, જે સ્કિન માટે સુરક્ષિત હોય છે.

વાળને નુકસાન

રંગોમાં હાજર રસાયણો વાળને શુષ્ક અને નિર્જીવ બનાવી શકે છે. એક્સપર્ટ્સ વાળની સુરક્ષા માટે નારિયેળ તેલ અથવા અન્ય કોઈપણ હેર ઓઈલનો પાતળો પડ લગાવવાની સલાહ આપે છે, જેથી રંગ વાળના સીધા સંપર્કમાં ન આવે.

safe holi playing advice

આ રંગોથી કેવી રીતે બચવું

હર્બલ રંગોનો ઉપયોગ

હોળી રમતી વખતે હર્બલ અથવા નેચરલ રંગોનો ઉપયોગ કરો, જે સ્કિન અને વાળ માટે હાનિકારક ન હોય.

સ્કિન અને વાળોની સુરક્ષા

હોળી રમતા પહેલા સ્કિન પર સનસ્ક્રીન અને વાળમાં તેલ લગાવી લો.

સારી રીતે સાફ કરો

હોળી રમ્યા પછી સ્કિન અને વાળને હળવા શેમ્પૂ અને સાબુથી સારી રીતે સાફ કરો.

હાઇડ્રેશન

હોળી રમતી વખતે અને પછી પૂરતું પાણી પીઓ જેથી ત્વચા હાઇડ્રેટ રહે.

 

Group 69

 

 

Related posts

Bajra Na Muthiya: બાજરાના લોટના મુઠીયા ઢોકળા બનાવવાની રેસિપી,દુધી મુઠીયા રેસીપી| મુઠીયા ઢોકળા બનાવવાની રીત

KalTak24 News Team

પગમાં આવી ગયા છે સોજા તો ઘરમાં પડેલી આ વસ્તુનો કરો ઉપયોગ

KalTak24 News Team

શું તમારે ડાયાબિટીસને મેનેજ કરવા માંગો છો? તો હમણાં જ આ 4 યોગાસન કરો

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી