Oscars 2024 Complete Winners List: આજે ઓસ્કાર 2024ના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી છે. 96માં એકેડેમી એવોર્ડ્સનું આયોજન લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં કરવામાં આવ્યું છે. ઓસ્કાર એવોર્ડ્સ 2024માં ફિલ્મ ઓપનહાઈમરનો જલવો જોવા મળ્યો છે. આ ફિલ્મે બેસ્ટ ડાયરેક્ટર અને બેસ્ટ એક્ટર સહિત કુલ 7 ઓસ્કાર એવોર્ડ જીત્યા છે.
ઇન્ડિયન આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ
ઓસ્કર એવોર્ડ સમારોહમાં ભારતીય કલા નિર્દેશક નીતિન દેસાઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમણે 2 ઓગસ્ટ, 2023ના રોજ કર્જત (મહારાષ્ટ્ર)માં પોતાના સ્ટુડિયોમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. નીતિને લગાન અને હમ દિલ દે ચૂકે સનમ જેવી ફિલ્મોના સેટ ડિઝાઇન કર્યા હતા.
ઓસ્કારને જીમી કિમેલે હોસ્ટ કર્યું હતું. ત્રણ રાઉન્ડમાં ઓસ્કાર એવોર્ડ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે જુઓ ઓસ્કાર 2024ના વિજેતાઓની સંપૂર્ણ લિસ્ટ.
Oscars 2024 Winners List:
- બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ – ધ ઝોન ઓફ ઈન્ટરેસ્ટ, યુકે
- બેસ્ટ પિક્ચર – ઓપનહાઈમર
- બેસ્ટ ડાયરેક્ટર – ક્રિસ્ટોફર નોલાન – ઓપનહાઈમર
- બેસ્ટ એક્ટ્રેસ ઈન લીડિંગ રોલ – એમ્મા સ્ટોન – પુઅર થિંગ્સ
- બેસ્ટ એક્ટર ઈન લીડિંગ રોલ – સીલિયન મર્ફી – ઓપનહાઈમર
- બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ – રોબર્ટ ડાઉની જુનિયર – ઓપનહાઈમર
- બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ – ડ્વેન જોય રેન્ડોલ્ફ – ધ હોલ્ડવર્સ
- બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ – 20 ડેઝ ઇન મેરીયુપોલ
- બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ – ધ લાસ્ટ રિપેર શોપ
- બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન – પુઅર થિંગ્સ – હોલી વેડિંગ્ટન
- બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ – વોર ઈઝ ઓવર – જ્હોન અને યોકોના મ્યૂઝિકથી પ્રેરિત
- બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે – અમેરિકન ફિક્શન
- બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે – એનાટોમી ઓફ અ ફોલ
- બેસ્ટ ઓરિજિનલ સોંગ – વ્હોટ વાઝ આઈ મેડ ફોર – બાર્બી
- બેસ્ટ ઓરિજિનલ સોંગ સ્કોર – ઓપનહાઈમર
- બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મ – ધ બોય એન્ડ ધ હેરોન
- બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન – પુઅર થિંગ્સ
- બેસ્ટ ફિલ્મ એડિટિંગ – ઓપનહાઈમર
- બેસ્ટ સાઉન્ડ – ધ જોન ઓફ ઇન્ટરેસ્ટ
- બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ – ગોડઝિલા માઇનસ વન
- બેસ્ટ સિનેમેટોગ્રાફી – ઓપનહાઈમર
- બેસ્ટ હેર અને મેકઅપ – પુઅર થિંગ્સ
- બેસ્ટ લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ – ધ વન્ડરફુલ સ્ટોરી ઓફ હેનરી સુગર
ઝારખંડમાં રેપ પર આધારિત ફિલ્મ ઓસ્કારમાંથી બહાર થઈ ગઈ છે
ઝારખંડમાં રેપ પર બનેલી ફિલ્મ પણ ઓસ્કાર એવોર્ડ 2024ની રેસમાં નોમિનેટ થઈ હતી. નામ- ‘ટૂ કીલ અ ટાઈગર’, જેને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર ફિલ્મ કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. જોકે, આ ફિલ્મનું એકેડેમી એવોર્ડ્સ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આ એવોર્ડ ફિલ્મ ’20 ડેઝ ઇન મરિયોપોલ’ને મળ્યો હતો. ‘ટુ કિલ અ ટાઈગર’ ઝારખંડની વાર્તા પર આધારિત કેનેડિયન ફિલ્મ છે, જેનું નિર્દેશન નિશા પાહુજાએ કર્યું છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube