વિશ્વ
Trending

કેનેડાને ભારતનો જડબાતોડ જવાબ,કેનેડાના હાઈ કમિશનરને 5 જ દિવસમાં દેશ છોડવા આપ્યો આદેશ

ભારતમાં કેનેડાના હાઈ કમિશનરને આજે બોલાવવામાં આવ્યા હતા અને ભારતમાં સ્થિત એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવાના ભારત સરકારના નિર્ણયની જાણ કરવામાં આવી હતી,” વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

  • ભારતે પણ કેનેડાના એક સિનિયર ડિપ્લોમેટને દેશમાંથી હાંકી કાઢ્યા
  • જસ્ટિન ટ્રૂડોએ કહ્યું, હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી
  • કેનેડાએ ગંભીર આક્ષેપ સાથે ભારતના રાજદૂતને કર્યા નિષ્કાષિત 

India Expels a Senior Canadian Diplomat: કેનેડાએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહની હત્યામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવતા વરિષ્ઠ ભારતીય રાજદ્વારીને હટાવ્યા હતા, ત્યારે હવે કેનેડાની આ કાર્યવાહીના જવાબમાં ભારતે પણ કેનેડાના એક વરિષ્ઠ રાજદ્વારીને દેશમાંથી હાંકી કાઢ્યા છે. સુત્રોના રિપોર્ટ અનુસાર ભારત સરકારે કેનેડાના હાઈ કમિશનરને સવારે બોલાવવામાં આવ્યા હતા અને કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને ભારતમાંથી હાંકી કાઢવાની માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ હાંકી કાઢવામાં આવેલા રાજદ્વારીને આગામી પાંચ દિવસમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે.

કેનેડાના ટોચના રાજદ્વારીની હકાલપટ્ટી

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે “ભારતમાં કેનેડાના હાઈ કમિશનરને આજે બોલાવવામાં આવ્યા હતા અને ભારતમાં સ્થિત એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવાના ભારત સરકારના નિર્ણય વિશે જાણ કરવામાં આવી હતી. તે રાજદ્વારીને આગામી પાંચ દિવસમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ વિદેશ મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય કેનેડિયન રાજદ્વારીઓની આપણા આંતરિક બાબતોમાં દખલગીરી અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં તેમની સંડોવણીને લઈને ભારત સરકારની વધતી ચિંતા દર્શાવે છે.”

કેનેડાના આરોપને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યા

ભારત સરકારે કેનેડાના આરોપોને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે ખાલિસ્તાનીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવા માટે આવા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ દ્વારા આપવામાં આવેલા આવા નિવેદનો કેનેડામાં આશ્રય મેળવતા ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.

ભારતે એમ પણ કહ્યું કે કેનેડાના ઘણા રાજકારણીઓએ ખાલિસ્તાની આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ પ્રત્યે નરમ વલણ અપનાવ્યું છે, જે ચિંતાનો વિષય છે.

ટ્રુડો લાંબા સમય સુધી પીએમ પદ પર રહી શકશે નહીં: રાજીવ ડોગરા

કેનેડિયન હાઈ કમિશનરને હાંકી કાઢવામાં આવ્યા બાદ, ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી રાજીવ ડોગરાએ કહ્યું, “જસ્ટિન ટ્રુડો છેલ્લા કેટલાક સમયથી મુશ્કેલીમાં છે. તેમને ડર છે કે તેઓ લાંબા સમય સુધી કેનેડાના વડા પ્રધાન પદ પર ટકી શકશે નહીં. તેથી, તે મુદ્દાઓ પર ઘરેલું ધ્યાન વાળવાનો પ્રયાસ કરી રહ્યો છે.

કેનેડાએ ગંભીર આક્ષેપ સાથે ભારતના રાજદૂતને કર્યા નિષ્કાષિત 
જસ્ટિન ટ્રુડોના ભારત પર આરોપો બાદ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ભારતના એક ટોચના રાજદ્વારીને હાંકી કાઢવામાં આવ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, “આજે અમે ભારતના એક અગ્રણી રાજદ્વારીને કાર્યવાહી તરીકે હાંકી કાઢી રહ્યા છીએ, પરંતુ અમે આના તળિયે જઈશું. જો આ બધું સાચું સાબિત થશે તો આ અમારા કાયદાનું ઉલ્લંઘન છે. તે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.”

શું કહ્યું હતું PM ટ્રુડોએ?

આગાઉ PM ટ્રુડોના જણાવ્યા અનુસાર, કેનેડાની સુરક્ષા એજન્સીઓ આ કેસ મામલે તપાસ કરી રહી છે. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે, પીએમ મોદીને કહેવામાં આવ્યું છે કે, જો ભારત સરકાર આ મામલામાં કોઈપણ રીતે સામેલ હશે તો તે સ્વીકાર્ય નહીં હોય અને તપાસમાં સહયોગની પણ માગ કરી હતી.

નિજ્જરની આ વર્ષે હત્યા થઈ હતી

હરદીપ સિંહ નિજ્જર પ્રતિબંધિત અલગતાવાદી જૂથ શીખ ફૉર જસ્ટિસ (SFJ) સાથે સંકળાયેલો હતા. ગુરુપતવંત સિંહ પન્નુ પછી તેઓ આ જૂથના બીજા નેતા હતા. આ વર્ષે 18 જૂને બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર જલંધરના ભરસિંહ પુરા ગામનો રહેવાસી હતો. તેઓ 1996માં કેનેડા ગયા હતા. તેણે કેનેડામાં પ્લમ્બર તરીકે કામ શરૂ કર્યું, પરંતુ ટૂંક સમયમાં જ તે ખાલિસ્તાની પ્રવૃત્તિઓમાં સામેલ થઈ ગયો.

હરદીપ સિંહ નિજ્જર કેનેડાનો નાગરિક બની ગયો હતો. આ જ કારણ છે કે તેમની હત્યા બાદ કેનેડામાં કેટલાક શીખ અલગતાવાદી સંગઠનોએ સરકાર પર હત્યાની તપાસ માટે દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. કેનેડિયન પીએમે નિજ્જરની હત્યા અંગે સંસદમાં પણ કહ્યું હતું કે તેમની જમીન પર કેનેડિયન નાગરિકની હત્યા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડા ખાલિસ્તાની પ્રવૃત્તિઓનું હબ બની ગયું છે. અહીં ઘણા ખાલિસ્તાની આતંકવાદીઓ છુપાયેલા છે.

Slider Kaltak24

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા મહિલાઓએ આ કારણે ખાવી જોઇએ મેથી,ઘણા થશે ફાયદા