September 21, 2024
KalTak 24 News
Gujarat

દ્વારકામાં ઇતિહાસનું પુનરાવર્તન/ આજે કૃષ્ણનગરી દ્વારકામાં 37 હજાર આહીરાણી દ્વારા ઐતિહાસિક મહારાસ,સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિક રાસની પરંપરા થઈ ફરી જીવંત..

Devbhoomi Dwarka in Ahirani Maharas

Devbhoomi Dwarka in Maharas: કૃષ્ણનગરી દ્વારકામાં આશરે સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિકરાસના ભવ્ય ભૂતકાળનું પુનરાવર્તન થયું છે. રવિવારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં 37 હજાર આહીરાણીઓ એક સાથે મહારાસરમી કરાયો છે. મહારાસને(Akhil Bharatiya Ahirani maharas Sangathan) અનુલક્ષીને ભવ્ય પરંપરાની ઝાંખી રજૂ કરાઈ હતી.

મહારાસને અનુલક્ષીને દ્વારકામાં આહીર સમાજ ઉમટી પડ્યો છે. કૃષ્ણનગરી અનેરા શણગારથી દીપી ઉઠી છે. જ્યારે જગત મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. ગઈકાલે આહીર સમાજ દ્વારા વાજતે-ગાજતે જગત મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. તેમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા. જ્યારે મહારાસના સ્થળે પૂજનઅર્ચન યોજાયા હતા. રાત્રે લોકડાયરાએ અનેરી જમાવટ કરી હતી. ડાયરો માણવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.

કૃષ્ણનગરી દ્વારકામાં રવિવારે વહેલી સવારે આશરે 37 હજાર જેટલા આહીર મહિલાઓ એક સાથે રાસ રમી અને વિશ્વ વિક્રમ સર્જ્યો છે. ત્યારે આજથી સમગ્ર દ્વારકા વિસ્તાર અને સાજ-શણગારથી દીપી ઉઠ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આહીરાણી મહારાસના આ ઐતિહાસિક આયોજનમાં ફક્ત દેવભૂમિ દ્વારકા કે ગુજરાત જ નહીં, પરંતુ દુબઈ, અમેરિકા, સાઉથ આફ્રિકા, કેનેડા સહિતના વિદેશના આહીરાણીઓ પણ આ રાસોત્સવમાં સહભાગી બની છે.

આ પણ વાંચો:દ્વારકામાં ઇતિહાસનું પુનરાવર્તન: આજથી બે દિવસ 37,000 આહિરાણીનો મહારાસ રમશે અને નંદધામમાં 1.50 લાખથી વધુ આહીર સમુદાય ઉત્સવના સાક્ષી બનશે

દ્વારકામાં રુક્ષ્મણી મંદિર નજીક તૈયાર કરવામાં આવેલા વિશાળ પટાંગણમાં ગઈકાલે સાંજે સન્માન સમારોહ, પૂજન-અર્ચન, સમૂહ પ્રસાદ તથા રાત્રેમાધાભાઈઆહીર સહિતના કલાકારોના ભવ્ય લોકડાયરા ઉપરાંત આહીર બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા સોસ્કૃતિક કાર્યક્રમોની રમઝટસાથેના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ગઈકાલ સાંજથી શરૂ થયેલા આહીરાણી મહારાસના કાર્યક્રમના પ્રારંભે આ સ્થળે બિઝનેસ એક્સપો અને હસ્તકલા ઉદ્યોગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાંજે આહીર જ્ઞાતિના દાતાઓ, આગેવાનો, યુવાઓ, કાર્યકરોની ખાસ ઉપસ્થિતિમાં પૂજાવિધિનો પ્રારંભ થયો હતો. ભગવાન શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને દ્વારકાપુરીમાં આહીરાણી મહારાસના કાર્યક્રમ ની શરૂઆત ભગવાન દ્વારકાધીશના જગત મંદિર પર ધ્વજા ચડાવીને કરવામાં આવી હતી.

જુઓ VIDEO:

ગઈકાલે સાંજે હજારો લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે માટે જુદા જુદા જિલ્લાઓમાંથી આશરે ત્રણથી સાડા ત્રણ હજાર જેટલા સ્વયં સેવકો ખડે પગે હાજર રહ્યા હતા. રૂક્ષ્મણીજી મંદિર પાસે 500 એકરના વિશાળ મેદાનમાં યોજાનારા મહારાસમાં 37 હજાર આહીરાણી 68 રાઉન્ડમાં રાસ લેશે. જેમાં પ્રથમ રાઉન્ડમાં 168 મહિલાઓ રાસ લેશે. ત્યારબાદ ચડતા ક્રમમાં રાઉન્ડ થશે. અને છેલ્લા 68મો રાઉન્ડ બે કિ.મી.ના ઘેરાવામાં હશે. તેમાં 150 મહિલાઓ રાસ રમશે.

મહારાસમાં ભાગ લેનારી તમામ આહીરાણીઓને ગીતાજીનું પુસ્તક ભેટ સ્વરૂપે અપાશે. જ્યારે મહિલાઓ ઉપવાસ તથા મૌન વ્રત ધારણ કરી રાસ રમશે. મહારાસનો કાર્યક્રમ બે ક્લાકથી વધુ સમય સુધી ચાલશે. મહારાસ પૂર્વે આહીર સમાજ દ્વારા ગ્રાઉન્ડથી વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી તથા જગત મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

આજનો કાર્યક્રમની રૂપરેખા

– 5 વાગ્યા થી કાર્યક્રમની શરૂઆત…
– દૈવીતત્વોનું આહવાન કરવામાં આવ્યું
– 7 વાગ્યે ગીતા સંદેશ પાઠન
– 8:30 થી 11 વાગ્યા સુધી મહારાસ (ગરબા લેવામાં આવશે)
– સમસ્ત આહીર સમાજ (એકલોહીયા) અલગ અલગ જિલ્લાઓમાંથી પાણીના 24 કળશ લઈને આહીરાણીઓ આવ્યા
– મહારાસ પછી નંદધામ થી દ્વારકાધીશ મંદિર સુધી વિશ્વશાંતિ રેલીનું આયોજન

વિશ્વશાંતિ રેલી થી એકતાનો સંદેશ

માત્ર ગુજરાત નહિ પરંતુ દેશભરમાંથી આહીર અને યાદવ સમાજના લોકો દ્વારકામાં ઉમટી પડ્યા છે. આહીર સમાજમાં એકતા આવે તે માટે વિશ્વશાંતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે રેલી રૂક્ષમણી મંદિર થી દ્વારકાધીશ મંદિર સુધી જશે. જેમાં 37000 મહિલાઓ મૌન રહીને રેલી યોજશે. દ્વારકાધીશના જગત મંદિરની ધજાના દર્શન કરીને રેલી પરત ફરશે. 

એકલોહીયા આહીર સમાજ બનાવવા પ્રયાસ

આહીર સમાજમાં અલગ અલગ સમાજના વાડાઓને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના માટે આહીરાણીઓ ગુજરાતના અલગ અલગ 24 જિલ્લાઓમાંથી પાણીના કલશ લઈને દ્વારકા આવી છે અને હવે એકલોહીયા આહીર તરીકે એકતા રાખવાનો સંદેશ આપ્યો હતો. 

સાંસદ પૂનમ માડમે પણ પરંપરાગત વસ્ત્રોમાં ગરબા લીધા

જામનગર લોકસભા બેઠકના સાંસદ પૂનમ માડમ પણ મહારાસમાં પરંપરાગત વસ્ત્રોમાં જોવા મળ્યા હતા. આહીર સમાજના પરંપરાગત વસ્ત્રોમાં સોનાના ઘરેણાં પહેરીને રાસ લીધા હતા. સંસદનું સત્ર પૂર્ણ કરીને પૂનમબેન માડમ સીધા દ્વારકા આવ્યા હતા અને તેમને સમાજના કાર્યક્રમમાં હાજરી આપી હતી.

વ્રજવાણીમાં ભગવાન શ્રીકૃષ્ણએ મહારાસ લેતા રહ્યું હતું અધુરો

વર્ષો પહેલાં વ્રજવાણી ખાતે ભગવાન શ્રીકૃષ્ણએ ઢોલ વગાડ્યો હતો અને આહીર સમાજની મહિલાઓ ગરબા લીધા હતા. તે સમયે જ્યાં સુધી જીવ ન ગયા ત્યાં સુધી આહીરાણીઓ ગરબે રમ્યા હતા જેને કારણે આ રાસ અધુરો રહ્યો હતો. એટલું જ નહીં ભગવાન શ્રીકૃષ્ણના પુત્ર પ્રદ્યુમને પટરાણી ઉષા સાથે મહારાસ લીધો હતો ત્યારે પણ મહારાસ અધુરો રહ્યો હતો.

 

Group 69

 

 

Related posts

જૂનાગઢ જળબંબાકાર: વાહનો સાથે પશુઓ-વ્યક્તિઓ તણાયા,એસપી-કલેક્ટરની લોકોને અપીલ, ઘરમાં જ રહેજો- જુઓ વીડિયો

KalTak24 News Team

સુરતના કાપોદ્રામાં ધોરણ 12ના વિદ્યાર્થીએ બ્રિજ પરથી કર્યો આપઘાત.

KalTak24 News Team

રાજકોટમાં ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજાઈ, 50 કિલો વજનનાં 69 વર્ષીય વૃદ્ધ વડીલ 19 લાડવા અને 43 વર્ષીય મહિલા 10 લાડવા આરોગી વિજેતા બન્યા

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી