September 20, 2024
KalTak 24 News
Gujarat

સુરત : એસટી બસની અડફટે મોપેડ સવાર યુવાનું મોત નીપજ્યું,, જુઓ હૃદય કંપાવી નાંખે તેવા સીસીટીવી વીડિયો

Surat St Accident

Surat News: સુરતના ઉધના વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. મોપેડ સ્લીપ થયા બાદ બાજુમાં પસાર થતી બસ નીચે બાઈકચાલક આવી જતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

ઉધના વિસ્તારમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઇ છે. CCTVમાં જોઈ શકાય છે કે રોડ પરથી વાહનો પસાર થઇ રહ્યા છે. આ દરમિયાન ST બસ પસાર થઇ રહી હતી ત્યારે બાજુમાંથી પસાર થઇ રહેલા મોપેડ ચાલક અચાનક સંતુલન ગુમાવીને સ્લીપ થઇ જતા બસનું ટાયર યુવકના શરીર પરથી ફરી વળે છે. આ ઘટના બાદ બસચાલકે પણ બસ ત્યાં ઉભી રાખી દીધી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. તો બીજી તરફ અકસ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી હતી અને આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

News18

સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ઉધના નવસારી રોડ પર આવેલા જીવન જ્યોત મેઇન રોડ પર પૂરપાટ ઝડપે દોડી આવતી ગુજરાત એસટી બસના ચાલકે અહીંથી પસાર થતાં મોપેડ સવાર યુવકને અડફેટે લીધો હતો. એસટી બસની અડફેટે આવેલા યુવકના માથા પર બસનું પાછલું ટાયર ફરી વળતાં ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ બસનો ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હતો. ગમખ્વાર અકસ્માતની આ ઘટના બાદ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ધસી ગયા હતા. જોકે લોકોએ બસ ચાલકને પકડવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ બસ ચાલક લોકોને હાથતાળી આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

જુઓ CCTV VIDEO:

વધુમાં ગુજરાત એસટીની જે બસ જોડે ગંભીર અકસ્માતની ઘટના બની હતી તે બસ સાપુતારા-બાલાસિનોર રૂટ પર દોડતી બસ હતી. જે બસની અડફેટે સુરતના ઉધના વિસ્તારમાં રહેતા ચિરાગ ભુપેન્દ્રભાઈ જૈન નામના યુવકનું મોત નિપજ્યું છે.

વધુમાં મૃતક યુવકની ઓળખ ચિરાગ ભૂપેન્દ્ર જૈન તરીકે થઇ છે. તે ઉધના વિસ્તારમાં આવેલા આશા નગર પાસે રહેતો હતો. આજે ઘરેથી કામ અર્થે જઈ રહ્યો હતો. તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. આશા નગર સોસાયટીમાં રહેતા પીયુષભાઈએ જણાવ્યું હતું કે, સોસાયટીના મહામંત્રી ભુપેન્દ્રભાઈ જૈનનો પુત્ર કામ અર્થે રીંગરોડ બાજુ જતો હતો. આ દરમિયાન એસટી બસ સાથે અકસ્માત થતા તેનું મોત થયું છે. તેની ઉમર આશરે 22થી 23 વર્ષની છે. તે ઓનલાઈન બીઝનેસ કરતો હતો. પરિવારમાં તેના પિતા છે અને બાકીનો પરિવાર રાજસ્થાન ઉદયપુર ખાતે રહે છે એટલે કાલે અંતિમવિધિ કરાશે.

News18

બીજી તરફ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જે સીસીટીવી ફૂટેજમાં એસટી બસના ચાલકની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે છતી થઈ રહી છે. બાજુમાંથી પસાર થતાં મોપેડ ચાલકને ટક્કર મારતા યુવક બસના પાછલા ટાયર નીચે જઈ પડ્યો હતો. જે બાદ બસનું ટાયર યુવકના માથા પર ફરી વળતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. હાલ તો આ ઘટના અંગે ઉધના પોલીસે અજાણ્યા બસ ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે આવા બસ ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહીની લોકોમાં માંગ ઉઠી રહી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

રાષ્ટ્રીય પુસ્તક વાંચન દિવસ/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઐતિહાસિક નિર્ણય,21 જિલ્લાઓમાં સરકારી પુસ્તકાલયો શરૂ કરાશે

KalTak24 News Team

શરીર જીવવા માટે મહત્વનું સાધન છે. તેને નીરોગી રાખવુ તે પ્રાથમિક ફરજ છે;વિચારોના વાવેતરમાં ૬૯મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra

સુરત/ કણાદમાં નિર્માણ પામી રહ્યું છે સનાતન ધર્મની પરંપરાને ઉજાગર કરતું અક્ષરધામ,વિશાળ પરિસરમાં સાંસ્કૃતિક વારસાની સાથે મૂલ્યો અને સંસ્કાર જગાવતી પ્રેરક પ્રસ્તુતિ…

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી