June 21, 2024
KalTak 24 News
Bharat

BREAKING NEWS: Bahujan Samaj Partyની બેઠકમાં સુપ્રીમો માયાવતીની મોટી જાહેરાત,ભત્રીજા આકાશ આનંદને સોંપ્યો વારસો

Mayawati has announced Akash Anand as her successor

Mayawati has announced Akash Anand as her successor: બહુજન સમાજ પાર્ટી(Bahujan Samaj Party)ની બેઠકમાં બસપા પ્રમુખ માયાવતીએ મોટી જાહેરાત કરી છે. માયાવતીએ પોતાના ભત્રીજા અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આકાશ આનંદ(Akash Anand)ને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સિવાય સમગ્ર દેશની જવાબદારી આકાશ આનંદને સોંપવામાં આવી છે. આકાશ અન્ય રાજ્યોમાં લોકસભા ચૂંટણી માટે BSPને મજબૂત કરશે.

આકાશ આનંદ BSP ચીફ માયાવતીના નાના ભાઈ આનંદ કુમારનો પુત્ર છે. તેણે લંડનની એક મોટી કોલેજમાંથી MBAની ડિગ્રી મેળવી છે. ઉલ્લેખનીય છે કે, આકાશ આનંદ BSPના રાજકારણમાં નવો ચહેરો નથી કે તેમની એન્ટ્રી અચાનક થઈ નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આકાશ આનંદે ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી હતી.

It9SXvQh image

2017માં યુપી વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ બસપા પ્રમુખ માયાવતીએ સહારનપુરમાં એક રેલીમાં તેમનો પરિચય જનતા સમક્ષ કરાવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રીએ તેમના કેડરમાં એવો સંદેશ પણ આપ્યો હતો કે, આગામી દિવસોમાં પાર્ટીમાં આકાશ આનંદની ભૂમિકા મહત્વની બની શકે છે. આજે એવું જ થયું. જ્યારે માયાવતીએ તેમને તેમના અનુગામી જાહેર કર્યા હતા.

કોણ છે આકાશ આનંદ?

રાજનીતિમાં તેમની એન્ટ્રી વર્ષ 2017માં થઈ હતી, જ્યારે તેઓ સહારનપુરની રેલીમાં પહેલીવાર માયાવતી સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. આકાશ હાલમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પણ છે. આકાશ આનંદની રાજકીય સફરની વાત કરીએ તો તેણે વર્ષ 2017માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. માયાવતીએ 2017માં એક મોટી રેલી કરીને આકાશ આનંદને રાજકારણમાં ઉતાર્યો હતો.

Image

યુપીમાં આકાશ લોન્ચ થયા બાદ બસપા સતત નબળી પડી રહી છે. જ્યારે પાર્ટીને 2017 અને 2019માં મોટી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે BSP 2022ની યુપી ચૂંટણીમાં માત્ર એક સીટ સુધી મર્યાદિત રહી હતી. એવા રાજ્યોમાં BSPના પ્રદર્શનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે જ્યાં પાર્ટીના મૂળ જૂના અને ઊંડા છે.

આકાશને ઉત્તરાધિકારી કેમ બનાવ્યો?

માયાવતીએ તેમના ભત્રીજાને તેમના અનુગામી તરીકે જાહેર કરતાં જ આકાશ આનંદની સંગઠનાત્મક ક્ષમતાને લઈને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થાય તેવી પૂરી શક્યતાઓ છે. શા માટે BSPએ અનુભવી નેતાઓને અવગણીને યુવાન ચહેરા પર દાવ લગાવ્યો? આ અંગે હજુ સુધી કોઈ રાજકીય પ્રતિક્રિયા આવી નથી. પરંતુ તેની પાછળનો ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે કે માયાવતી આકાશ આનંદને ભવિષ્યની રાજનીતિ માટે પ્રેક્ટિસ કરવી રહ્યા છે. જેથી તે ચૂંટણીની રણનીતિ, ટિકિટ વિતરણ, ચૂંટણી પ્રચાર અને અન્ય પાસાઓનો અનુભવ મળી શકે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

વિવાહિતની જેમ જ અવિવાહિત મહિલાને પણ ઍબોર્શનનો અધિકાર: સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો

KalTak24 News Team

Bharat Ratna: પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’થી કરાશે સન્માનિત,PM મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી

KalTak24 News Team

જૂના સંસદભવનમાં ફોટો સેશન દરમિયાન ગુજરાતના રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન અચાનક થયા બેહોશ: Video

KalTak24 News Team
શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી પાયલની આ લેટેસ્ટ ડીઝાઈન કરવા ચોથ પર તમારા પગની સુંદરતા વધારશે, એકવાર જરૂર ટ્રાય,જુઓ અહી ડિઝાઇન.. મોબાઈલનું કવર ગંદુ થઈ ગયું છે?, આવો જાણીએ તેને સાફ કરવા માટેની સરળ રીત રોજ સવારે ખાલી પેટ આ 6 પાંદડા ચાવો, જાણો ઘણા ફાયદા અંજીર ખાવાના 5 જબરદસ્ત ફાયદા,જાણો ઘણા ફાયદા